ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ફાયર વિભાગની બે-બે વાર નોટિસ છતાં 50 જેટલી શાળાઓએ નથી લીધું NOC - Rajkot Fire Department, about 50 schools have not taken NOC

રાજ્યમાં શાળાઓમાં બનતા આગના બનાવને લઇને સરકાર દ્વારા શાળાઓમાં ફરજિયાત ફાયર સેફ્ટીના સાધનો સહિતની વ્યવસ્થાઓ વસાવવા સૂચના આપવામાં આવી હતી તેમજ તેને ફરજિયાત કરવામાં આવી હતી. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ પણ એલર્ટ થયું હતું. ત્યારે હજુ પણ રાજકોટમાં 50 જેટલી શાળાઓ એવી છે કે, જેને ફાયર NOC લીધું નથી. જેને લઇને આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા શાળાઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફાયર વિભાગ
ફાયર વિભાગ

By

Published : Sep 10, 2021, 5:34 PM IST

  • 50 જેટલી શાળાઓએ હજુ સુધી NOC લીધું નથી
  • NOCને લઇને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
  • રાજકોટની 400 જેટલી શાળાઓને ફાયર NOC માટે નોટીસ પાઠવી હતી

રાજકોટ: રાજ્યમાં શાળાઓમાં બનતા આગના બનાવને લઇને સરકાર દ્વારા શાળાઓમાં ફરજિયાત ફાયર સેફ્ટીના સાધનો સહિતની વ્યવસ્થાઓ વસાવવા સૂચના આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા રાજકોટની 400 જેટલી શાળાઓને ફાયર NOC માટે નોટિસ પણ પાઠવી હતી. ત્યારબાદ મોટાભાગની શાળાઓએ તાત્કાલિક ફાયર NOC ફાયર વિભાગમાંથી મેળવી લીધું હતું. જો કે, હજુ પણ 50 જેટલી શાળાઓ એવી છે કે, જેને ફાયર NOC લીધું નથી. જેને લઇને આગામી દિવસોમાં ફાયર વિભાગ દ્વારા આવી શાળાઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ફાયર વિભાગ

400માંથી 350 શાળાઓએ લીધું હતું NOC

રાજકોટમાં શાળાઓમાં આગના બનાવો અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા જે તે સમયે શહેરની નાના-મોટી વિવિધ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ ચેકિંગ દરમિયાન 400 જેટલી શાળાઓને ફાયર વિભાગ દ્વારા NOC ન હોવાના કારણે નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આ 400માંથી 250 જેટલી શાળાઓએ તાત્કાલિક ફાયર વિભાગના સાધનો સહિતની સુવિધાઓ વસાવી લીધી હતી અને ફાયર વિભાગ પાસેથી NOC મેળવી લીધું હતું, પરંતુ 150 જેટલી શાળાઓએ NOC મેળવ્યું ન હતું. જેને લઇને ફાયર વિભાગ દ્વારા શાળાઓને ફરી નોટીસ ફટકારવામાં આવી હતી.

બે-બે વાર નોટિસ છતાં ન મેળવ્યું NOC

ફાયર વિભાગ દ્વારા શહેરમાં 150 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાંથી કેટલીક શાળાઓને બીજીવાર નોટિસ મળતા તાત્કાલિક ફાયર NOC મેળવી લીધું હતું. જ્યારે હજુ પણ 50 જેટલી શાળાઓએ ફાયર NOC ન લીધું હોવાની બાબત સામે આવી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એલર્ટ થઈ ગયું છે. આવી શાળાઓમાં જઈને તપાસ શરૂ કરી છે, ત્યારે હજુ સુધી NOC કેમ નથી લીધું તે અંગે પણ ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ ઓફલાઈન શાળાઓ શરૂ થઈ છે, ત્યારે આ શાળાઓએ હજુ સુધી NOC મેળવ્યું નથી. જેને લઈને શાળાએ ભણવા આવતા વિદ્યાર્થીઓનું હિત પણ જોખમાય તેવી શક્યતાઓ રહેલી છે.

રાજકોટ ફાયર વિભાગ

શાળાઓમાં NOC માટેની પ્રોસેસ શરૂ: ચીફ ફાયર ઓફિસર

તાજેતરમાં જ રાજ્યમાં ઓફલાઈન શાળાઓ શરૂ થઈ છે, જ્યારે વિદ્યાર્થીઓ હવે પ્રત્યેક્ષ રીતે શાળાએ ભણવા આવી રહ્યા છે. જેને લઇને આગના બનાવ દરમિયાન વિદ્યાર્થીઓનું હિત શાળામાં જોખમાય નહિ તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફરી કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, 50 જેટલી શાળાઓએ હજુ સુધી NOC લીધું નથી, પરંતુ અમને ટેલિફોનિક અને મૌખિક રીતે જાણવા મળ્યું છે કે, આ શાળાઓ દ્વારા NOC લેવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. જ્યારે અમારી ટીમ પણ આવી શાળાઓમાં જઈને તપાસ કરી રહી છે. જ્યારે હજુ સુધી જે શાળાઓએ NOC લીધું નથી. તેમની વિરૂદ્ધ આગામી દિવસોમાં કાર્યવાહી પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details