- સતત માંગણીના પ્રયાસ કર્યા હોવા છતાં વહીવટીતંત્રના નકારાત્મક પ્રતિસાદ
- વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયનની વિવિધ માગણી ને લઈને ધરણા પ્રદર્શન
- વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે દર્શાવ્યો રોષ
રાજકોટ: વેસ્ટર્ન રેલવે મજદૂર યુનિયને અનેક મુદ્દાઓ પર સતત માગણીના પ્રયાસ કર્યા હોવા છતાં વહીવટીતંત્રના નકારાત્મક પ્રતિસાદ અને વલણને કારણે કર્મચારીઓમાં હતાશા જોવા મળી હતી. જેમાં WRMSને કર્મચારી વતી વારંવાર હેરાન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અમારા કામ પર કોઈ ધ્યાન આપી રહ્યા નથી, અમારી વાત કોઈ સાંભળતા નથી ત્યારે રેલવે મજદૂર સંઘે ઉગ્ર સુત્રોચ્ચાર અને ધરણા પ્રદર્શન કર્યા હતા.