ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના ST કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં સમાવેશ કરવાની કરાઇ માંગ - Corona epidemic

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સંક્રમણને કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ST વિભાગના કર્મચારીઓએ તેઓને કોરોનો વોરીયર્સ તરીકે સન્માન મળે અને જો કર્મચારી કોરોનામાં મૃત્યુ પામે તો આર્થિક મદદ પણ મળે તેવી માગ કરી છે.

bus
રાજકોટના ST કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં સમાવેશ કરવાની કરાઇ માંગ

By

Published : Apr 30, 2021, 7:25 AM IST

  • ST કર્મચારીઓને પણ કોરોનો વોરીયર્સ માનો
  • ST કર્મચારીઓમાં પણ વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • મૃત્યું પછી આર્થિક સહાયની માંગ

રાજકોટ: રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતક બની ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં સામાન્ય લોકો અને અધિકારીઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. રાજકોટ ST વિભાગમાં પણ કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ST ડ્રાઇવર કંડક્ટર અને અન્ય સ્ટાફ સંક્રમિત થઇ રહ્યો છે. ST વિભાગમાં સતત વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી ST કર્મચારીને પણ કોરોના વોરિયર્સ માની કોવિડમાં મૃત્યુ પામતા કર્મચારીઓને આર્થિક મદદ કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો : જામનગરમાં એસટી વિભાગ દ્વારા કર્મચારીઓનું સન્માન કરી માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરાયું


મૃત્યું બાદ આર્થિક સહાયની માંગ


રાજકોટ ST કર્મચારી મંડળના અગ્રણીએ જણાવ્યું હતું કે ST વિભાગમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, એક બાદ એક કર્મચારી કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને મૃત્યુ પણ થઇ રહયા છે. રાજકોટ ડેપોમાં તાજેતરમાં એક કંડક્ટરનું કોરોનાથી મૃત્યુ થયું છે. અત્યાર સુધી ST વિભાગના કર્મચારી કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેની સંખ્યામા પણ વધારો થઈ રહ્યો છે. ST વિભાગના કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સમાં સમાવેશ કરી અન્ય વિભાગની જેમ ST વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીને કોવિડમાં મોત થતા પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details