- કરોડાના કર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું
- અવારનવાર ફટકારવામાં આવેછે દંડ
- 100થી વધુ રિક્ષા ચાલકોએ પીકઅપ ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થાની માંગ કરી
રાજકોટના નવા બનેલા બસ સ્ટેન્ડ ઉપર પીકઅપ-ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થાની માંગ - More than 100 rickshaw pullers gathered at Trikon Bagh
રાજકોટમાં નવા બનેલા બસ સ્ટેન્ડ પર પીકઅપ-ડ્રોપની વ્યવસ્થા નથી. પ્રવાસીઓને મુકવા જતા રક્ષાચાલકોને દંડ ફટકારવામાં આવે છે. રિક્ષા ચાલકોએ પીકઅપ-ડ્રોપની વ્યવસ્થા થાય તેની માંગ કરી હતી.
રિક્ષા ચાલકોને ફટકારવામાં આવેલો દંડ
રાજકોટ :શહેરમાં1500 કરોડના ખર્ચેબસ સ્ટેન્ડ બનાવામાં આવ્યુ છે. રિક્ષા ચાલકને નવાબસ સ્ટેન્ડમાં રિક્ષા સ્ટેન્ડ નહિ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવા બનેલા બસ સ્ટેન્ડ પર જ્યારે મુસાફરોને મૂકવા જતા રિક્ષાચાલકોને દંડ ફટકારતા હોવાનો રિક્ષાચાલકોનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આજ રોજ રાજકોટના ત્રિકોણ બાગે ખાતે 100થી વધુ રિક્ષા ચાલક એકઠા થયા અને રિક્ષાચાલકોએ પીકઅપ ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થા કરવાની માંગ કરી.