- રાજકોટમાં દરરોજ કોરોનાના નવા 500થી વધુ પોઝિટિવ કેસ
- રવિવારે માત્ર ગણતરીના જ વાહનો કોવિડ હોસ્પિટલ બહાર જોવા મળ્યા
- કોવિડ હોસ્પિટલ બહાર દરરોજ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની જોવા મળતી હતી કતારો
રાજકોટઃ જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. તેમજ મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં દરરોજ કોરોનાના નવા 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. તેમજ દરરોજ 60થી વધુ કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે. જેથી રાજકોટમાં કોવિડ હોસ્પિટલ બહાર દરરોજ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઈનો જોવા મળે છે, પરંતુ આજે રવિવારે માત્ર ગણતરીના જ વાહનો કોવિડ હોસ્પિટલ બહાર જોવા મળ્યા હતા.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની લાઈનમાં ઘટાડો આ પણ વાંચોઃ રાજકોટમાં 48 સ્થળોએ વેક્સિનેશન શરૂ, 10 હજાર લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
કોવિડ હોસ્પિટલ બહાર માત્ર ગણતરીના જ વાહનો
રાજકોટની સરકારી કોવિડ હોસ્પિટલ બહાર ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં દરરોજ ખાનગી અને 108 એમ્બ્યુલન્સની મોટી સંખ્યામાં લાઈનો જોવા મળે છે. આ લાઈનમાં દર્દીઓ હોસ્પિટલમાં ક્યારે પોતાનો નંબર આવશે તેની રાહ જોતા હોય છે. તેમજ સારવાર માટે વલખા મારતા હોય છે, પરંતુ આજે રવિવારે કોવિડ હોસ્પિટલ બહાર માત્ર ગણતરીના જ વાહનો અને એમ્બ્યુલન્સ લાઈનમાં જોવા મળી હતી. વાહનોની લાઈન ઓછી હોવાથી કોવિડ હોસ્પિટલના ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ આ લાઈનમાં જ કરવામાં આવી હતી.
રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની લાઈનમાં ઘટાડો આ પણ વાંચોઃ રાજકોટમાં ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટની સુવિધાનો પ્રારંભ
સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા દૂર દૂરથી આવતા દર્દીઓ માટે અહીં કોવિડ હોસ્પિટલ બહાર ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં દર્દીઓ અને તેમના સ્વજનો માટે સામાજિક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ ધોમ તડકામાં ઉભેલા લોકો માટે ઠંડું પાણી, શરબત, છાસ પણ સામાજિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હજુ પણ કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી નથી જેને લઈને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા