ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટની દાણાપીઠ એસોસિએશને 4 દિવસ માટે આંશિક લોકડાઉનની કરી જાહેરાત - દાણાપીઠ

રાજકોટ શહેરમાં વધુ એક એસોસિએશન દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજકોટની દાણાપીઠ એસોસિએશન દ્વારા 4 દિવસ માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દાણાપીઠમાં 35થી 40 પોઝિટિવ કેસ નોંધાયા છે.

દાણાપીઠમાં 35થી 40 કોરોના પોઝિટિવ કેસ
દાણાપીઠમાં 35થી 40 કોરોના પોઝિટિવ કેસ

By

Published : Apr 15, 2021, 7:06 PM IST

  • દાણાપીઠ એસોસિએશન દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યું
  • 4 દિવસ માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી
  • દાણાપીઠમાં 35થી 40 કોરોના પોઝિટિવ કેસ

રાજકોટ: જિલ્લામાં દાણાપીઠ એસોસિએશન દ્વારા 3 વાગ્યા બાદ આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને રાજકોટ નજીક આવેલા ગૌરીદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. આગામી 16થી 21 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. કોઈ પણ ગ્રામજન દુકાન ખોલશે તો તેની પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવશે. આ અંગે સરપંચની હાજરીમાં ગ્રામજનોની બેઠક મળી હતી અને સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

દાણાપીઠ એસોસિએશન દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યું

આ પણ વાંચો:ભાવનગર જીલ્લાના વાળુકડ ગામે કોરોના સંક્રમણ રોકવા સ્વૈછીક લોકડાઉન નિર્ણય કર્યો

રાજકોટની દાણાપીઠ બજારમાં 4 દિવસનું આંશિક લોકડાઉન

રાજકોટની દાણાપીઠ બજારમાં 4 દિવસનું સ્વયંભૂ આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 16 એપ્રિલથી રવિવાર સુધી બપોરે 3 વાગ્યા સુધી જ વેપારીઓ દુકાનો ખુલ્લી રાખશે. 250 જેટલા વેપારીઓએ આ જાહેરાત કરી છે. રાજકોટના ઔદ્યોગિક વિસ્તારો 3 દિવસ બંધ રહેશે. રાજકોટ શહેર અને આસપાસના શાપર-વેરાવળ, મેટોડા, આણંદપર, નવાગામ, પડવલા સહિતના ઔદ્યોગિક વિસ્તાર 3 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:બાલીસણા ગામમાં 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

  • ગામ લોકોએ 10 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. વેપારી એસોસિએશને ધંધા-રોજગાર બંધ રાખી લોકડાઉનનો અમલ કર્યો હતો. વેક્સિનેશન અને ટેસ્ટ માટે પણ લોકોને અનુરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details