રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા એવા રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવાર મોડી રાતે શહેરના ઉપલાકાંઠે રહેતા મુસ્લિમ અગ્રણી આરીફ ચાવડાની ધારીયાના ઘા મારીને હત્યા થઈ ગઈ હોવાનું સામે આવ્યુ છે.
રાજકોટ સહકારી ડેરીમાં નોકરી કરતા અબ્દુલ ઓસમાણ ખેબર ડેરીમાંથી છાશ ખરીદી પોતાના ઘરે પનીર બનાવવાનો અને છાશ વહેંચવાનો વ્યવસાય કરતા હતા. છાશમાંથી પનીર બનાવવાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાથી તેમના ઘર સામે રહેતા મુસ્લિમ અગ્રણી આરિફ ગુલામ હુશેનભાઇ ચાવડા અને તેના ભાઇઓ વારંવાર આ મુદ્દે અબ્દુલને સમજાવવા જતા હતા.
આ અગાઉ પણ આ મામલે માથાકૂટ ચાલી રહી હતી. જેને પગલે રવિવારે આ મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આરીફ ભાઈઓને સમજાવવા ગયો હતો, પરંતુ મામલો વધારે બીચકતા આરીફ પર ધારીયા વડે હુમલો કરતા તેનું મોત થયું હતું. અબ્દુલ ખેબર, તેમનો પુત્ર વસીમ અને ભત્રીજો રિયાઝ ઉર્ફે બાબા નામના ઇસમે આ હુમલો કર્યાનું સામે આવ્યું છે.
19 જુલાઈ - રાજકોટમાં પત્નીની હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી
રાજકોટઃ શહેરના ગાયત્રીનગરમાં રહેતા તરુણાબેન બાલકૃષ્ણ ટાંક નામની મહિલાને તેના પતિ કોઠારીયા વિસ્તારમાં આવેલા પોતાના નવા મકાનમાં સફાઈ કામ માટે લઈ ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતાં પતિ બાલકૃષ્ણએ પત્નીના માથામાં સળિયાથી હુમલો કર્યો હતો. જેમાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પતિએ હત્યા કરી મહિલાના મૃતદેહને રાજકોટના 150ફૂટ રીંગરોડ પર આવેલા કણકોટ નજીક ફેંકી દીધો હતો. જે બાદ પતિએ પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ રાજકોટ આજીડેમ પોલીસને આ મમાલે આશંકા જતાં પોલીસે બાલકૃષ્ણની આગવીઢબે પૂછપરછ કરતાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. જેથી પોલીસે આરોપી પતિ અને તેના માસીના છોકરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં બનેલી અન્ય હત્યાની ઘટનાઓ
18 એપ્રીલ - રાજકોટમાં હત્યા કરેલી હાલતમાં મળી આવેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો
રાજકોટ: 14 એપ્રિલે લોધીકાથી રીબડા જતા રોડ પર વાડીમાં અજાણી મહિલાની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે આ અંગે તપાસ કરતા મૃતક મહિલા કિરણબેન કિશોરભાઈ પરમાર રહે. મૂળ જૂનાગઢના છે, તેમ સામે આવ્યું હતું. મૃતક કિરણબેન અપરણીત હોવાનું અને રાજકોટના જામનગર રોડ પર રહેતા બાવાજી પરિવારને ત્યાં ઘરકામ કરતી હતી.