રાજકોટ: જિલ્લાના શાપર વેરાવળમાં યોગી કોમ્પલેક્ષની એક દુકાનમાં અગમ્ય કારણોસર સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેથી આસ-પાસની દુકાનોને નુકસાન થયું હતું.
રાજકોટ: શાપર-વેરાવળનાં યોગી કોમ્પ્લેક્ષમાં બ્લાસ્ટ, આસપાસની દુકાનોમાં પણ નુકસાન - sapar veraval
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં યોગી કોમ્પલેક્ષમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસની દુકાનોને પણ નુકસાન થયુ હતું. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે FSLની ટીમ બોલાવી તપાસ હાથ ધરી છે.
શાપર વેરાવળ મેઇન રોડ પર યોગી કોમ્પલેક્ષમાં અમુલ દૂધનું વેચાણ કરનારા નાનજીભાઈ લીમ્બાસીયાની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આજુબાજુની દુકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. બ્લાસ્ટના પ્રચંડ ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેથી લોકોના ટોળા એકઠાં થયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે FSLની ટીમ બોલાવી આગળની તપાસ હાથ ધરી છે. FSLની પ્રાથમિક તપાસમાં સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનું બહાર આવ્યું છે.