- રાજકોટમાં ઋતુજન્ય રોગચાળામાં વધારો
- સિવિલ હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નહીં
- નવા કેસ કઢાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી
રાજકોટ: રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થતા હવે ઋતુજન્ય રોગચાલમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ (rajkot civil hospital)માં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં કેસ બારીએ નવા કેસ કઢાવવા માટે પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોના બાદ હવે ઋતુજન્ય રોગચાળો વધતા વહેલી સવારથી જ દોડધામ હોઈ છે. શહેરમાં વાઇરલ તાવના સહિત સામાન્ય તાવના કેસમાં સત્તત વધારો જોવા મળ્યો છે.
રાજકોટમાં જુલાઈ મહિનામાં નોંધાયેલા કેસ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઋતુજન્ય રોગચાળો વધ્યો છે. જેમાં છેલ્લા એક માસમાં ડેંગ્યુના - 8, મલેરિયા - 6,ચિકનગુનિયા - 3, ટાઈફોઈડ તાવ - 1, કોલેરા - 2, ઝાડા અને ઉલટી - 27, વાયરલ તાવ - 79 સહિતના વિવિધ રોગના કેસમાં વધારો થયો છે. જ્યારે હાલમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નથી જોવા મળી રહી. વિવિધ ઋતુજન્ય રોગચાળો વધતા સિવિલ તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યું છે.
ઋતુજન્ય રોગચાળો હાલ કંટ્રોલમાં: સિવિલ સુપ્રિટેન્ડેન્ટ