- આગામી દિવસોમાં ત્રીજી લહેર આવવાની શક્યતાઓ બતાવાઇ રહી છે
- રાજકોટમાં પણ હાલ દરરોજ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે
- મનપા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કેન્દ્ર પર લોકોને વેક્સિન અપાઇ રહી છે
રાજકોટ: દેશમાંથી કોરોના(Corona)ની બીજી લહેર હજુ સંપૂર્ણ રીતે પૂર્ણ નથી થઈ, એવામાં નિષ્ણાંતો દ્વારા દેશમાં હજુ આગામી દિવસોમાં ત્રીજી લહેરની શક્યતાઓ બતાવાઇ રહી છે, ત્યારે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય હાલ કોરોનાની વેક્સિન(Vaccine) લેવાનો છે. ત્યારે દેશમાં અલગ-અલગ રાજ્યોમાં વેક્સિન(Vaccine) માટે મહાઅભિયાનો હાથ ધરવામાં આવ્યા છે તેમજ મોટા પ્રમાણમાં કોરોના(Corona)ની વેક્સિન લોકો લઈ રહ્યા છે. જેને લઈને રાજકોટમાં પણ હાલ દરરોજ લોકોને વેક્સિન (Vaccine)આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Vaccination campaign: ભાવનગરમાં પ્રથમ ડોઝમાં 58 ટકા, બીજા ડોઝમાં 21 ટકા વેક્સિનેશન થયું
વેક્સિન લેવા કેન્દ્ર પર લોકોની ભીડ મળી જોવા
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ કેન્દ્ર ખાતેથી કોરોના(Corona)ની રસી આપવામાં આવી રહી છે. જેનો સૌ કોઈ લાભ લઇ રહ્યા છે, જ્યારે આજે રવિવાર હોવાથી વેક્સિન કેન્દ્ર (Vaccine Center)પર લોકોની ભીડ જોવા મળી હતી, જ્યારે વેક્સિન(Vaccine) માટે હોબાળો પણ સર્જાયો હોવાની ઘટના રાજકોટમાં જોવા મળી છે.
મેગાકેમ્પનું આયોજન હોવાના કારણે લોકોની ભીડ જામી હતી
દુકાનદારો, ફેરિયાઓ, વેપારીઓ વધુમાં વધુ લોકો સાથે સીધા જ સંપર્કમાં આવતા હોય અને ધંધા સાથે સંકળાયેલા હોય તેવા લોકોને 31 તારીખ સુધીમાં ફરજિયાત કોરોના(Corona)ની વેક્સિન લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આજે મનપા દ્વારા આવા લોકો માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારથી જ મોટાભાગના ધંધાર્થીઓ કોરોના(Corona)ની વેક્સિન(Vaccine) લેવા માટે ઉમટી પડ્યા હતા. જેમાં રાજકોટના નાના મૌવા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમાં મોટાપ્રમાણમાં લોકોની લાઈન જોવા મળી હતી. આજે રવિવાર હોવાથી અને મેગાકેમ્પનું આયોજન હોવાના કારણે લોકોની ભીડ જામી હતી.