- રાજકોટમાં આવતાં લોકોનું સ્થળ પર જ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે
- રાજકોટ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં ભારે ભીડ જોવાં મળી
- કોરોના ગાઇડ લાઈનનો ભંગ થતો જોવા મળી મળ્યો
રાજકોટ : રાજકોટમાં કોરોના(Corona)નાં કેસ કાબુમાં છે ત્યારે દિવાળી(Diwali)માં સરકાર દ્વારા અમુક છૂટછાટ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકો વિવિધ જગ્યાએ ફરવા માટે જઈ રહ્યા છે. ત્યારે દિવાળી બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation)ની ટિમ દ્વારા બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર રાજકોટમાં આવતાં લોકોનું સ્થળ પર જ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈપણ લોકોને કોરોનાનાં લક્ષણ જોવા મળે તો તેનો તાત્કાલિક કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. આમ રાજકોટમાં દિવાળી બાદ પણ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રેલવે સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં વધારો