- ઈસમો મોટા ભાગે બંધ મકાનમાં જ ચોરી કરતા
- ચોર માનતા પૂર્ણ થયા બાદ લોકો માટે જમણવાર રાખતો
- પોલીસે સોના-ચાંદી, બાઈક સહિતનો મુદ્દામાલ કર્યો કબજે
જાણો માતાજીના માનતા રાખવાવાળો ચોર કેવી રીતે ચોરી કરતો.... - રાજકોટ પોલીસ
સામાન્ય રીતે લોકો માતાજીની માનતા એટલા માટે રાખતા હોય છે કે તેમના અટકેલા કાર્યો પૂર્ણ થાય તો કેટલાક લોકો શ્રદ્ધાના કારણે માનતા રાખતા હોય છે, પરંતુ કોઈ વ્યક્તિ ચોરી કરવા માટે માનતા રાખે તે માનવામાં આવે ?? નહીં ને... પણ આવો જ એક કિસ્સો બન્યો છે રાજકોટમાં. રાજકોટમાં મોટી ચોરીમાં સફળતા મળે તે માટે કરોડપતિ ચોર માતાજીની માનતા રાખતો. અત્યાર સુધી અનેક જગ્યાએ તે ચોરી કરી ચૂક્યો છે.
જાણો માતાજીના માનતા રાખવાવાળો ચોર કેવી રીતે ચોરી કરતો....
રાજકોટઃ આનંદ જેસીંગ સીતાપરા અને અગાઉ ઝડપાયેલા પીયૂષ વિનુભાઈ અમરેલિયા નામના ઈસમો મુખ્યત્વે હાઈફાઈ સોસાયટીમાં આવેલ બંધ બંગલામાં જ ચોરી કરતા હતા. તેમ જ તહેવાર દરમિયાન બંધ મકાનોને શિકાર બનાવતા હતા. જ્યારે ચોરી દરમિયાન પણ કમ્પાઉન્ડ વોલવાળા મકાન પસંદ કરતો હતો. જેથી આરામથી ઘરની દીવાલ કૂદીને અંદર પ્રવેશી શકે અને સહેલાઈથી ચોરી કરીને ઘરમાંથી નીકળી જાય.