રાજકોટ: ઉપલેટાની મોજ ઈરીગેશન યોજના પૂર્ણ થતા 60 વર્ષ ઉપરાંત સમય વીતી ગયો છે. આ યોજનાની D - 2 કેનાલ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં પાણીનો નિકાલ પડતર જમીનને બદલે ખેતરમાં થાય છે. જેને પગલે ખેતરોમાં પાણી ભરાઇ જતા પાકને વ્યાપક નુકસાન થાય છે.
રાજકોટ: ઉપલેટાની મોજ D-2 કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા પાકને નુકસાન - news of rajkot rural
રાજકોટ જીલ્લાના ઉપલેટાની મોજ ઈરીગેશન D - 2 કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન થયું હતું. છેલ્લા એક મહિનાથી સતત વરસતા વરસાદને કારણે કેનાલમાંથી પાણી ખેતરોમાં જમા થાય છે જેથી પાકને ખૂબ જ નુકસાન પહોંચે છે.

કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા પાકને નુકસાન
વારંવાર થતા પાણીના ભરાવાને કારણે 40 દિવસ સુધી ખેતરોમાં કપાસ, મગફળી, એરંડા, તલ જેવા ચોમાસુ પાકને ભયંકર નુકસાન થતા ખેડૂતો રોષે ભરાયા હતા અને મોજ ઈરીગેશન ઓફીસમાં સૂત્રોચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ ઉપરાંત ખેડૂતોએ જો આ અંગે આગળ કાર્યવાહી ન થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા પાકને નુકસાન