- કોરોનાનો બીજો તબક્કો ગંભીર હાલતમાં
- તમામ માર્ગ પર 108 એમ્બ્યુલન્સ દોડતી નજરે પડે છે
- 108 અને ખાનગી એમ્બ્યુલન્સોને 700થી વધુ કોલ આવ્યા
રાજકોટ: જિલ્લામાં અત્યારે કોરોના બેકાબુ બન્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ કે જ્યાં દર્દીને દાખલ કરવા માટેની જગ્યા પણ હવે રહી નથી. સ્થિતિ એટલી ગંભીર બની છે કે, રાજકોટ શહેરમાં દર 4 થી 5 મિનિટે એક એમ્બ્યુલન્સને કોલ થઈ રહ્યો છે.
કોરોનાનો બીજો તબક્કો ગંભીર હાલતમાં આ પણ વાંચો:108 ઈમરજન્સીના 120 કર્મચારીઓ રજા વગર 24 કલાક બજાવી રહ્યા છે ફરજ
લોકોમાં ડરનો માહોલ
છેલ્લા બે દિવસમાં 108 અને ખાનગી એમ્બ્યુલન્સોને 700થી વધુ કોલ આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. અત્યારે શહેરનો એક પણ માર્ગ એવો નહીં હોય કે, જ્યાં એમ્બ્યુલન્સનું સાયરન સંભળાતું નહીં હોય અને આ સાયરન સાંભળીને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે.
આ પણ વાંચો:કોરોના જંગમાં રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવા બની સજ્જ
શહેરમાં કુલ-27 એમ્બ્યુલન્સ કાર્યરત
ખાનગી એમ્બ્યુલન્સ મિલન પટેલ જણાવ્યું હતું કે, અત્યાર સુધી શહેરમાં 25 એમ્બ્યુલન્સ દોડતી હતી. જેમાં બેનો વધારો થતાં કુલ-27 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ સ્થળે 20 મિનિટની અંદર પહોંચવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. અમને દર્દીના પરિવારજનનો ફોન આવે એટલે અમે તરત પહોંચી જઈએ છીએ અને પછી દર્દી જે હોસ્પિટલમાં કહે ત્યાં તેને પહોંચાડવામાં આવે છે. છેલ્લા બે દિવસમાં 200થી વધુ દર્દીઓને અમારી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે.