ગુજરાત

gujarat

ETV Bharat / city

...તો શું નરેશ 'પટેલ' નહીં આવે રાજકારણમાં, બીજી વખત 'પાટીલ' સાથે દેખાયા પછી કરી સ્પષ્ટતા - સી આર પાટીલે રાજકોટ ખાતે મીની કમલમની મુલાકાત લીધી

રાજકોટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ એકસાથે દેખાતા અનેક (CR Patil and Naresh Patel seen together) ચર્ચા શરૂ થઈ છે. ત્યારે નરેશ પટેલે હવે પોતાના રાજકારણમાં પ્રવેશ અંગે સ્પષ્ટતા (Naresh Patel statement on Joining Politics) કરી દીધી છે. બીજી તરફ સી. આર. પાટીલે રાજકોટમાં બની રહેલા મિની કમલમના (CR Patil visits Mini Kamalam at Rajkot) કાર્યાલય સ્થળની પણ મુલાકાત લીધી હતી.

...તો શું નરેશ 'પટેલ' નહીં આવે રાજકારણમાં, બીજી વખત 'પાટીલ' સાથે દેખાયા પછી કરી સ્પષ્ટતા
...તો શું નરેશ 'પટેલ' નહીં આવે રાજકારણમાં, બીજી વખત 'પાટીલ' સાથે દેખાયા પછી કરી સ્પષ્ટતા

By

Published : Jun 6, 2022, 1:50 PM IST

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે કોયડો ઉકેલાયો (Naresh Patel statement on Joining Politics) નથી. તેવામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ એકસાથે એક કાર્યક્રમમાં દેખાતા અનેક ચર્ચા થઈ રહી છે. જોકે, લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ અંગે તારીખ પે તારીખ કરી રહ્યા છે. આ વખતે પણ નરેશ પટેલે રાજકારણમાં આવવા અંગેનો નિર્ણય એક અઠવાડિયામાં લેશે (Naresh Patel statement on Joining Politics) તેવું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ભાજપમાં જોડાવવાના છે કે નહીં તે અંગે પણ જણાવ્યું હતું. તેવામાં તેઓ સી. આર. પાટીલ સાથે દેખાતા ફરી ચર્ચાનો વિષય (CR Patil and Naresh Patel seen together) બન્યા હતા.

જિમના ઉદ્ઘાટનમાં દેખાયા પાટીલ અને પટેલ

આ પણ વાંચો-Patidar Opinion in Bhavnagar : પટેલ સમાજે રાજકારણમાં સ્થિતિ અને વ્યક્તિઓ અંગે શું મત દર્શાવ્યો જાણો

જિમના ઉદ્ઘાટનમાં દેખાયા પાટીલ અને પટેલ - રાજકોટમાં એક જિમના ઉદ્ઘાટન પ્રસંગે સી. આર. પાટીલ અને નરેશ પટેલ સાથે (CR Patil and Naresh Patel seen together) જોવા મળ્યા હતા. ત્યારબાદ સી. આર. પાટીલે 150 ફૂટ રિંગ રોડ પર બની રહેલા પ્રદેશ કાર્યાલય મિની કમલમની મુલાકાત (CR Patil visits Mini Kamalam at Rajkot) લીધી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, દેશનું લગભગ બેસ્ટ કાર્યાલય રાજકોટનું બને તેવો મને વિશ્વાસ છે. સાથે નરેશ પટેલે રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરવા વધુ એક અઠવાડિયાનો સમય (Naresh Patel statement on Joining Politics) માગ્યો છે. બાદમાં સી. આર. પાટીલ 5.15 વાગ્યે મવડી રોડ પર આવેલા જીથરિયા હનુમાન પાસે ધ જિમ વર્લ્ડના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

સી. આર. પાટીલે રાજકોટમાં બની રહેલા મિની કમલમના કાર્યાલય સ્થળની લીધી મુલાકાત

આટકોટની હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગમાં નરેશ પટેલ હતા ગેરહાજર - આપને જણાવી દઈએ કે, આટકોટમાં પાટીદાર સમાજની હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આમંત્રણ હોવા છતાં પણ નરેશ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અંતર રાખ્યું હતું. જ્યારે રાજકોટમાં પાટીલ સાથે જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યું હતું.

જિમના ઉદ્ઘાટન પ્રસંગે પાટીલ-પટેલ એકસાથે

આ પણ વાંચો-સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...

પાર્ટીની નજરથી ન જોવું જોઈએ - આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, જિમના ઉદ્ઘાટનમાં સી.આર. પાટીલ સાથે હું આવ્યો છું. એટલે આને કોઈએ પાર્ટીની નજરથી ન જોવું જોઈએ. રાજકારણમાં પ્રવેશ અંગે (Naresh Patel statement on Joining Politics) નરેશ પટેલે જણાવ્યું હતું કે, હજી નક્કી જ નથી થયું કે, હું રાજકારણમાં આવું છું કે નહીં. રાજકારણ અંગેનો નિર્ણય જાહેર કરવા એક અઠવાડિયાનો સમય આપો તેવું નરેશ પટેલે મીડિયા શમક્ષ જણાવ્યું હતું.

ભાજપના નેતાઓ સાથે એક મંચ પર નરેશ પટેલ

દરેક જિલ્લામાં બનશે ભાજપ કાર્યાલય - ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (CR Patil visits Mini Kamalam at Rajkot) જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું દરેક જિલ્લા પર એક કાર્યાલય હોવું જોઈએ તેવી ઝૂંબેશ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે તેઓ જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે ઉપાડી હતી. તેમના સમયમાં 700 જેટલા કાર્યાલયો પૂરા થયા હતા. ત્યારે ગુજરાતમાં પણ આ જ ઝૂંબેશને આધિન અલગઅલગ જિલ્લામાં કાર્યાલયનું કામ ચાલુ છે. તેમાં રાજકોટમાં પણ આ કમલમ્ (CR Patil visits Mini Kamalam at Rajkot) માટેની જગ્યા લઈને તેમના બાંધકામનું કામ ભાજપના આગેવાનોએ શરૂ કર્યું છે. તો પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના સાથીઓએ પણ આ જગ્યા લઈને આ બાંધકામ શરૂ કર્યું છે.

પાટીલ અને પટેલના પોસ્ટર બન્યા ચર્ચાનો વિષય

કાર્યાલયનું કામ અંતિમ તબક્કામાં - સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, હવે આ બાંધકામ અંતિમ તબક્કામાં છે અને લગભગ 2-3 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે, જેમાં બાંધકામની ક્વોલિટી અને કામની ઝડપ જોતા મને વિશ્વાસ છે કે, ખૂબ અગમચેતીપૂર્વક દૂરંદેશી સાથે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખબૂ સરસ પ્લાનિંગ થયું છે. આખા દેશમાં લગભગ સૌથી બેસ્ટ કાર્યાલય આ રાજકોટનું બને એવો મને વિશ્વાસ છે. આના માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને અભિનંદન આપું છું.

સમૂહ લગ્ન

નરેશ પટેલે ફરી રાખ્યું સસ્પેન્સ -‘મિની કમલમ’ની મુલાકાત (CR Patil visits Mini Kamalam at Rajkot) બાદ પાટીલ શહેરના હેમુ ગઢવી હોલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. લાંબા સમયથી નરેશ પટેલના રાજકીય આગમન અંગે ચર્ચા છે (Naresh Patel statement on Joining Politics) અને સતત સસ્પેન્સ બની રહ્યું છે. આ સમયે આજે પાટીલના રાજકોટ આગમનમાં ખાસ કરીને રાદડિયા ટ્રસ્ટના સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ તેમણે હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે દેખાયા -તો જિમના ઉદ્ઘાટન બાદ બંને સાથે સમૂહલગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ફ્લાઈટમાં જવાનું હોવાથી સી.આર. પાટીલ હાજરી આપી એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યારે સમૂહલગ્નમાં નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમાં પૂર્વ કેબિનેટ પ્રધાન અને જેતપુર-જામકંડોરણા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાથે નરેશ પટેલ એક સોફા પર જોવા મળ્યા હતા. ત્યારે સમૂહલગ્નમાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય પ્રધાન અરવિંદ રૈયાણીને આમંત્રણ ન આપવામાં આવતા તેમની ગેરહાજરી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details