ગુજરાત

gujarat

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી પર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ કરાયું

By

Published : May 1, 2021, 11:14 AM IST

રાજકોટને શરંજનક કરે તેવી ઘટના સામે આવી છે. શહેરની કોવિડ હોસ્પિટલમાં એક વૃદ્ધા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા અટેન્ડન્ટે દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં આ ઘટના પોલીસને શંકાસ્પદ લાગતી હતી, પરંતુ પોલીસે ભોગ બનનાર મહિલાની વધુ પૂછપરછ કરતા અટેન્ડન્ટે પોતે કરેલા ગુનાની કબૂલાત કરી હતી. હાલ આ શખ્સની ધડપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી પર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ કરાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી પર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ કરાયું

  • મહિલા અટેન્ડન્ટ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપ
  • સમગ્ર ઘટના અંગે દર્દીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી
  • પોલીસે ફરજ પર હાજર તમામ સ્ટાફની પુછપરછ કરી હતી

રાજકોટઃ કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી એક મહિલાએ તેના પરિવારજનોને ફોન કર્યો, જેમાં તેની સાથે બુધવારની રાત્રી દરમિયાન ત્યાં ફરજ પર હાજર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના આધારે દર્દીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. જેના આધારે પોલીસે ત્યાં ફરજ પર હાજર તમામ સ્ટાફની પુછપરછ કરી હતી. જેમાં હિતેષ ઝાલા નામનો આ જ શખ્સ શંકાના દાયરામાં આવ્યો અને પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેને ગુનાની કબૂલાત કરી અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી પર અટેન્ડન્ટ દ્વારા દુષ્કર્મ કરાયું

આ પણ વાંચોઃસાવકા પિતા સહિત પાંચ નરાધમોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

અટેન્ડન્ટે લાઇટ બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો

સમગ્ર બનાવ મામલે રાજકોટ મનોહરસિંહ જાડેજા,ડીસીપી ઝોન 2એ વધુમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતો. પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે દરમિયાન બુધવારની રાત્રે તેમને માથું દુખતું હોવાથી તેઓ પોતાના બેડ પર બેઠા હતા. ત્યારે જ હિતેષ નામનો શખ્સ તેની પાસે આવ્યો અને કેમ જાગો છો તેવું કહીને તેની મદદ કરવા માટે આગળ આવ્યો. જો કે, ત્યારબાદ અટેન્ડન્ટે લાઇટ બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. હાલ સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details