- રાજકોટમાં આવેલી 1921માં સ્થપાયેલી શાળાના ટ્રસ્ટીઓનો નિર્ણય
- ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા 1 લાખ રૂપિયાના ભાડાપેટે અપાશે
- રાજકોટમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિને લઈને લેવામાં આવ્યો નિર્ણય
રાજકોટ: આઝાદીની ચળવળ વખતના અસહકાર આંદોલન દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1921માં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરવામાં આવી હતી. આ 100 વર્ષ જૂની ઈમારત મહાત્મા ગાંધીજીનું મોટુ સંભારણું અને રાષ્ટ્રીય સ્મારક છે. જેને ટ્રસ્ટીઓ દ્વારા ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા માટે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં ગાંધીજીએ 100 વર્ષ પહેલા સ્થાપેલી શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
25 ઓક્સિજન બેડ અને 4 વેન્ટિલેટર બેડની સુવિધા ઉભી કરાશે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલોમાં બેડ મેળવવા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખાલી જોવા મળતા નથી. ત્યારે હવે રાષ્ટ્રીય સ્મારક એવી રાષ્ટ્રીય શાળામાં ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. હોસ્પિટલને ગુરુવાર સુધીમાં શરૂ કરવામાં આવશે. ત્યારે હોસ્પિટલની સુવિધાઓમાં 25 ઓક્સિજન બેડ અને 4 વેન્ટિલેટર સાથેના બેડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરાશે
કોરોનાના દર્દીને સરળતાથી બેડ મળી રહે તેવો પ્રયાસ
રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ વધતા રાષ્ટ્રીય શાળાનાં ટ્રસ્ટીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્યાંય હોસ્પિટલોમાં બેડ ન મળતા ત્યારે દર્દીઓને સરળતાથી બેડ મળી રહે તે માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટીઓ દ્વારા મહિનાના 1 લાખ ભાડા પેટે ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા માટે આપવાનો નિર્ણય કર્યો છે.