- લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં નવો કિમીયો અજમાવ્યો
- ચાની ભુકીવાળું પાણી બોટલોમાં ભરી વહેંચતા
- ડુપ્લીકેટ દારૂ બનાવી બ્રાન્ડેડ બોટલો વેચતા ઝડપાયા
રાજકોટ:જિલ્લામાં વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં દેશી દારૂમાં ચાની ભુકીવાળું પાણી ભેળવી વેચાણ કરતા માધાપરના દંપતીને 7 બોટલ સાથે જવાહર રોડ પરથી ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો: વલસાડઃ બગવાડા હાઇવે પર ડુપ્લિકેટ ઈ-વે બિલ બનાવી કન્ટેનરમાં લઈ જવાતો દારૂ ઝડપાયો
પ્રવાહી ભરી ઉંચી કિંમતે વહેંચતા
A-ડિવિઝન પોલીસે માધાપરના સંજય બાહુકીયા અને તેની પત્નિ નેહા ઉર્ફ શબાનાને દબોચ્યા હતા. લાલ પ્રવાહી ભરેલી ડુપ્લીકેટ દારૂ બનાવી બ્રાન્ડેડ બોટલો વેચતા ઝડપાયા હતા. ચાની ભુકી અને દેશી દારૂમાંથી સ્કોચની બોટલોમાં આ પ્રવાહી ભરી ઉંચી કિંમતે વહેંચતા હતાં. ત્યારે A ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: જસદણમાંથી પોલીસે ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી
લોકડાઉનમાં ધંધો ઠપ્પ થતાં છ મહિનાથી આવા ગોરખધંધા શરૂ કર્યા
નેહા પહેલા સ્પામાં નોકરી કરતી હતી. સંજય ઇમિટેશનનું કામ કરતો હતો. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઈ જતાં ખાલી બોટલો ભંગારમાંથી શોધી લાવતાં હતા. ત્યાર બાદ વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલમાં દેશી દારૂમાં ચાની ભુકીવાળું પાણી ભેળવી વેચાણ કરતા અને તેમાં ડુપ્લિકેટ દારૂ ભરી અને ઉંચી કિંમતે વહેંચતા હતા. માધાપરના દંપતીને 7 બોટલ સાથે જવાહર રોડ પરથી ઝડપી પડયા હતા. પોલીસે બન્નેની વધુ પુછપરછ હાથ ધરી હતી.