રાજકોટઃ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર સત્તત વધી રહ્યો છે. જેને કારણે હાલ સ્વાસ્થ્ય વિભાગ પણ ચિંતિત છે. શહેરમાંં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા 29 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવતા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેને વિરડાના આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યો હતો, તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત, કુલ કેસનો આંકડો 153 પર પહોંચ્યો - ગુજરાત ન્યુજ
રાજ્યમાં કોરોના કહેર હજુ પણ યથાવત્ છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જ થતો રહ્યો છે. રાજકોટમાં ફરી એક કોરોના કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 153 પર પહોંચ્યો છે.
રાજકોટમાં કુલ કેસનો આંકડો 153 પર
આ સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 105 સુધી પહોંચી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 48 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમગ્ર જિલ્લામાંં કુલ 153 પોઝિટિવ કેસની સંખ્યા થઈ છે. જેમાંથી 81 કરતા વધુ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.