- રાજકોટમાં BRST માં ચાલુ બસે પ્રવાસીઓને કોરોના વેક્સિન અપાઈ
- એક જ દિવસમાં કુલ 18,384 લોકોને રસી અપાઈ
- 6923 લોકોને પ્રથમ ડોઝ અને 11361 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો
રાજકોટઃ રાજકોટમાં રવિવારે કોરોના વેક્સિનનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં 18 હજાર કરતાં વધુ લોકોને કોરોનાની રસીના અલગ અલગ બન્ને ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં 6923 લોકોને પ્રથમ ડોઝ અને 11361 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આમ 25 કરતાં વધુ લોકોને જેમને કોરોના વેક્સિન એક જગ્યાએ લેવી હોય તો તેમના માટે મહાનગરપાલિકા દ્વારા સોસાયટીમાં જઈને કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતની જાહેર જગ્યાઓમાં પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
રાજકોટમાં પ્રવાસીઓને BRST માં ચાલુ બસે અપાઈ કોરોના વેક્સિન આ પણ વાંચો: Corona Update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,132 નવા કેસ, 193 મૃત્યુ
અત્યાર સુધીમાં 17,35,228 લોકોને કોરોનાની વેક્સિન અપાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં પ્રથમ અને બીજો ડોઝ એમ બન્ને મળીને કુલ 17,35,228 ડોઝ અપાયા છે. જેમાં 11,20,156 લોકોને પ્રથમ ડોઝ અને 6,15,072 લોકોને (જે લોકોને પ્રથમ ડોઝ લઈ લીધો હોય તેના 84 દિવસ પુરા થઇ ગયા હોય તે એલીજીબલ લોકોને) બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ડોઝની 98.5 ટકા કામગીરી અને બીજા ડોઝની આશરે 85 ટકા કામગીરી પુરી કરવામાં આવી છે. મનપાની ટિમ દ્વારા BRTS બસમાં પણ વેક્સિન આપવામાં આવી હતી. જે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો: ગરબામાં ચાર સો, પણ ભાજપની જન આશીર્વાદ યાત્રામાં હજારો, પોલીસ પણ આપે છે રક્ષણ...
મનપા કમિશ્નર ખુદ ફિલ્ડમાં હાજર રહ્યા
કોરોના વેક્સિનેશન મહાભિયાન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી મનપા કમિશ્નર અમિત અરોરા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહ્યા હતા. જેમાં મહાનગરપાલિકાની નક્કી કરાયેલી મુખ્ય વોર્ડ ઓફિસો અને શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતેની સાઈટ તેમજ 90 મોબાઈલ વાનની ટીમમાં આરોગ્યના કુલ 662 પેરામેડીકલ અને તબીબી સ્ટાફ વેક્સિનેશનની કામગીરીમાં કાર્યરત રહી હતી. આ વેક્સિનેશન અભિયાન અનુસંધાને નાગરિકોને ફોન કોલ કરી વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવી હતી. આ માટે રાજકોટ મહાનગરપાલિકાનાં 180 કર્મચારીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના 500 જેટલા શિક્ષકોએ ફરજ બજાવી હતી