- રાજકોટમાં કોરોના વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ
- મનપા કમિશનરે લીધી કોરોના વેક્સિન
- કોરોનાની રસી સમયસર લેવા મનપા કમિશનરે કરી અપીલ
રાજકોટ : કોરોના રસીકરણનો બીજો તબક્કો રવિવારથી શરૂ થયો છે. જેમાં વહીવટી તંત્ર, મનપા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ સહિતના કોરોના વોરિયર્સ દ્વારા કોરોના રસી લેવામાં આવશે. જેને લઈને રવિવારે રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. મનપા કમિશનર દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલી ઓફિસમાં કોરોના રસી લેવામાં આવી હતી.
મનપા કમિશનર દ્વારા લેવામાં આવી વેક્સિન
રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રવિવારે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ખાતેની કચેરીમાં કોરોના વેક્સિન લેવામાં આવી છે. તેમની સાથે મનપાના અન્ય અધિકારીઓ દ્વારા પણ વિધિવત રીતે કોરોના વેક્સિન લેવામાં આવી હતી. ત્યારબાદ કમિશનર દ્વારા શહેરીજનોને પણ અપીલ કરવામાં આવી હતી કે, કોરોના રસી સમયસર લેવી જોઈએ અને તેની સાથે જોડાયેલી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.
રાજકોટ મનપા કમિશનર દ્વારા લેવામાં આવી કોરોના વેક્સિન રાજકોટ કોર્પોરેશનના 3 હજાર જેટલા કર્મીઓ લેશે વેક્સિન
મનપા કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, રવિવારે રાજકોટ કોર્પોરેશનના 3 હજાર કરતા વધુ કર્મચારીઓ દ્વારા વેક્સિન લેવામાં આવશે. જેમાં ફ્રન્ટ લાઇન વોરિયર્સ એટલે કે, સફાઈ કર્મચારીઓ અલગ-અલગ શાખાના કર્મચારીઓ સહિત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોરોના રસી લેવામાં આવશે. જેની શરુઆત રવિવારથી થઈ ગઈ છે. તેમજ વેક્સિનેશન માટે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. તમામ કર્મચારીઓના વેરિફિકેશન બાદ આ વેક્સિનેશન કરવામાં આવશે.