રાજકોટઃ રાજકોટમાં હાલમાં દૈનિક કોરોનાના નવા કેસ (Corona Cases In Rajkot) 1 હજારથી વધુ આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)માં પણ કોરોનાના દર્દીઓ દાખલ છે. હાલમાં જે પણ કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યા છે તેમાં કોરોનાના માઇલ્ડ લક્ષણ જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોના કેસનો આંકડો 50 હજાર (Corona Update Rajkot) ને પાર પહોંચ્યો છે.
ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર
રાજકોટમાં કોરોનાના 5,625 જેટલા દર્દીઓ છે. રાજકોટમાં કોરોનાના દૈનિક પોઝિટિવ કેસ (Corona In Rajkot) 1 હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં હાલમાં કોરોનાના કેસપીક પર છે. અમે વધારેમાં વધારે લોકોનું કોરોના ટેસ્ટિંગ (Corona Testing In Rajkot) અને ત્યારબાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છીએ, જેના કારણે આ નવા પોઝિટિવ કેસ મળી રહ્યા છે. જે આપણા માટે સારી બાબત છે અને આપણને પણ ખ્યાલ આવે છે કે, કેટલા પોઝિટિવ લોકો છે અને તેમની સારવાર (Corona Treatment Rajkot) કરી શકાય.