- રાજકોટ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ
- શહેરમાં કોરોના સંક્રમણ રોકવા તંત્ર ફરી એલર્ટ
- જે લોકો પાસે RT-PCR ટેસ્ટ કર્યાનું સર્ટિફિકેટ ન હોય તેમના ટેસ્ટ અહીં થશે
રાજકોટ: દેશમાં હાલ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ નથી. એવામાં વિવિધ આરોગ્ય સંસ્થાઓ દ્વારા કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી હતી. જેને લઇને મોટા ભાગના લોકોએ ફરવાના સ્થળોએ ભેગા થયા હતા. આ લોકો હાલ રાજકોટ ખાતે પોતાના ઘરે ફરી આવી રહ્યા છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના અથવા કોરોનાના લક્ષણો હોય તેવા તમામ લોકોના રેલવે સ્ટેશન ખાતે જ ટેસ્ટિંગ કરવામાં આવતા હતા. તેમજ તેમનું સ્કેનિંગ પણ કરવામાં આવતું હતું. જેના દ્વારા રાજકોટમાં આગામી દિવસોમાં કોરોના સંક્રમણ થતું અટકાવી શકાય.
રાજકોટ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ હજુ સુધી કોઈપણ પોઝિટિવ કેસ નથી મળ્યો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડો. વિરેન્દ્રસિંહ જાડેજાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સવારે મુંબઈ ખાતેથી ટ્રેન આવી હતી. જેમાં 70 જેટલા પેસેન્જરોનું ટેસ્ટિંગ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે કેરેલા ખાતેથી આવેલી અર્નાકુલમ ટ્રેનમાં પણ 50 થી 60 જેટલા પ્રવાસીઓનું સ્કેનીંગ અને ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસીઓમાંથી કોઈને પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. ગુજરાતના અન્ય સ્થળોથી આવતી ટ્રેનોમાં પણ આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જરૂર જણાય તો પ્રવાસીઓના કોરોનાના ટેસ્ટ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ ગોવા ખાતે રાજકોટવાસીઓનો મેળાવડો
રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ગોવાથી આવેલા જ્યોતિ ગોટેચાએ ETV Bharat ને જણાવ્યું હતું કે, રાજકોટ રેલવે સ્ટેશન ખાતે મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. અહીંયા આરોગ્ય વિભાગની યોગ્ય વ્યવસ્થા જોવા મળી રહી છે. આ સિવાય ટ્રેનમાં પણ લોકોની ભીડ ખૂબ જ મોટા પ્રમાણમાં હતી. એવામાં અમે ગોવામાં ફરવા માટે ગયા હતા, ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઇને ગોવામાં પણ રાજકોટવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી.
રાજકોટ રેલવે સ્ટેશન પર આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ