રાજકોટ : રાજ્યમાં કોરોનાના કેસમાં(Corona cases in Rajkot) સત્તત વધારો નોંધાઇ રહ્યો છે, તેવામાં રાજકોટમાં પણ છેલ્લા એક સપ્તાહથી દૈનિક કોરોનાના કેસ 1,000 આંકડો વટાવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation) દ્વારા કોરોનાની બીજી લહેર દરમિયાન વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટેના બુથ શરૂ કરવામાં આવ્યા(Corona testing booths started in Rajkot) હતા, તે બુથ ફરી એક વખત શરૂ કરવામાં આવ્યા છે. આ જે બુથ પર દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે આવી રહ્યા છે.
મુખ્યમાર્ગો પર ટેસ્ટિંગ બુથ શરુ કરવામાં આવ્યા
રાજકોટના વિવિધ મુખ્ય વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટિંગ માટેના બુથ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે આજે રાજકોટના આકાશવાણી ચોક નજીક આવેલ કોરોના ટેસ્ટિંગ બુથ ખાતે મોટી સંખ્યામાં લોકો કોરોનાના ટેસ્ટિંગ કરાવતા નજરે પડી રહ્યા છે, શહેરમાં કોરોના ટેસ્ટિંગ માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. દૈનિક કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જેના કારણે શહેરીજનો પણ આપમેળે કોરોના ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. આ સાથે મહાનગરપાલિકા દ્વારા પણ શહેરમાં કોરોના ટેસ્ટિંગનો ટાઈમ સાંજના 6.30 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.