ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 300 ફૂડ ડિલિવરી મેનના કોરોના ટેસ્ટ કરાશે

રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારમાં કેમ્પ યોજીને કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બુધવારે રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા અલગ- અલગ કંપનીના ફૂડ ડિલિવરી મેનનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટમાં 300 ફૂડ ડિલિવરી મેનના કોરોના ટેસ્ટ કરાશે
રાજકોટમાં 300 ફૂડ ડિલિવરી મેનના કોરોના ટેસ્ટ કરાશે

By

Published : Nov 25, 2020, 12:01 PM IST

  • રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો
  • આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ડિલિવરી મેનના કરાશે કોરોના ટેસ્ટ
  • 300થી વધુ ફૂડ ડિલિવરી મેનના કોરોના ટેસ્ટ કરાશે

રાજકોટઃ શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ રાજ્ય સરકારે પણ રાજકોટમાં નાઈટ કરફ્યૂ લગાવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ સક્રિય થયું છે. રાજકોટ મનપાની આરોગ્ય ટીમ દ્વારા બુધવારે અલગ- અલગ કંપનીના ફૂડ ડિલિવરી મેનનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા બુધવારે વહેલી સવારથી જ અલગ અલગ કંપનીના ફૂડ ડિલિવરી મેન મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવા માટે આવી પહોંચ્યાં હતા.

રાજકોટમાં 300 ફૂડ ડિલિવરી મેનના કોરોના ટેસ્ટ કરાશે

કોરોના વધુ ન ફેલાય તે માટે ટેસ્ટિંગ હાથ ધરાયું

રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં કામ કરતા અંદાજિત 300 જેટલા ફૂડ ડિલિવરી મેનનો કોરોના ટેસ્ટ બુધવાર સાંજ સુધીમાં કરવામાં આવશે. ત્યારબાદ તેઓને આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે. શહેરના અલગ- અલગ વિસ્તારમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે કોર્પોરેશન દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શાકભાજીવાળા અને ફેરિયાઓનો પણ કરાયો કોરોના ટેસ્ટ

આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે જે વિસ્તારમાં શાકભાજીવાળા અને ફેરિયાઓ વધુ રહેતા હોય ત્યાં કેમ્પ યોજી ટેસ્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ટેસ્ટ કર્યા બાદ તેઓને સ્થળ પર જ હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા કોર્પોરેશન દ્વારા પ્રથમ સુપર સ્પ્રેડર શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેમ બને તેમ વધુમાં વધુ કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details