ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોના સામે જંગ જીત્યા બાદ દર્દીએ 100 PPE કીટનું કર્યું દાન - રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ

કોરોના મહામારીમાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં ડૉકટર તેમજ નર્સિંગ સ્ટાફની સરાહનીય કામગીરીને પગલે 80 થી વધુ દર્દીઓ સાજા થઇ પરત ફર્યા છે. આવા એક 55 વર્ષની ઉંમરના દર્દી અરવિંદભાઇ સરવૈયા કે જેઓ જૂનાગઢના વતની છે તેમણે આ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ જીત્યા બાદ સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરવા 100 PPE કિટનું દાન કર્યુ હતુ.

રાજકોટમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીએ 100 PPE કીટનું કર્યું દાન
રાજકોટમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીએ 100 PPE કીટનું કર્યું દાન

By

Published : Jun 25, 2020, 7:39 PM IST

Updated : Jun 25, 2020, 10:34 PM IST

રાજકોટ: કોરોના મહામારીનો સમયગાળો એક એવો સમય છે જેમાં સતત પોતાના જીવનની અવગણના કરતો માણસ ધીમેધીમે તેનું મૂલ્ય સમજતો થયો છે.

કોરોના મહામારીમાં રાજકોટ કોવિડ હોસ્પિટલમાં ડૉકટર તેમજ નર્સિંગ સ્ટાફની કામગીરી અત્યંત સરાહનીય રહી છે જેને પગલે 80 થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. આ દર્દીઓમાંના એક જૂનાગઢના વતની એવા 55 વર્ષની ઉંમરના દર્દી અરવિંદભાઇ સરવૈયાએ હોસ્પિટલના સ્ટાફની મહેનતને બિરદાવવા 100 PPE કિટનું દાન કર્યુ હતુ.

રાજકોટમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીએ 100 PPE કીટનું કર્યું દાન

અરવિંદભાઇને જ્યારે રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી.

હોસ્પિટલના ડૉકટરની ટીમ દ્વારા સતત તેમની સારવાર કરવામાં આવતી હતી. ક્રિટિકલ કેર નિષ્ણાતની ટીમ દ્વારા તેમની સઘન સારસંભાળ લેવામાં આવી. તેમના સ્વાસ્થ્યને ધ્યાને રાખી જરૂરી જણાતા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓને વેન્ટિલેટર (બાયપેપ મોડ) પર 4 દિવસ તેમજ ઑક્સીજન પર 3 દિવસ સારવાર આપવામાં આવી હતી.ડૉકટર તેમજ સ્ટાફની સખત જહેમત કામ લાગી અને તેઓ જલ્દીથી કોરોના બિમારીને પરાજય આપી સંપૂર્ણ સ્વસ્થ બન્યા. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતાબુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


કોરોના સામે જંગમાં વિજેતા બન્યા બાદ અરવિંદભાઇ સરવૈયાએ લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જયારે હું દાખલ થયો ત્યારે ખુબ જ ભયભીત હતો અને મોત સામે દેખાતું હતું. હું પાછો ઘરે જઈશ કે નહીં તે સમજાતું નહોતું, પરંતુ અહીંની મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા દિવસમાં 20 થી વધુ વાર આવી ખબર અંતર પૂછતા હતા અને મારો ઉત્સાહ વધાર્યો હતો. આ લોકોએ પરિવારના સભ્યની જેમ મારી સેવા કરી. અરવિંદભાઇએ ગંભીર પરિસ્થિતીમાં સઘન સારવાર આપવા બદલ એનેસ્થેશિયા વિભાગ અને મેડિસિન વિભાગના ડોકટરો, નર્સિંગ સ્ટાફ તથા સર્વન્ટ એમ તમામ કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.

રાજકોટમાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દીએ 100 PPE કીટનું કર્યું દાન
કહેવાય છે કે મોતના મુખમાંથી પાછો ફરેલો માણસ હંમેશા કોઈનો ઉપકાર ભૂલતો નથી. નવજીવન મળતા ઘર પરિવાર ઉપરાંત સમાજનું ઋણ ચૂકવવાનું તે ક્યારેય ભૂલતો નથી. મોતને નવજીવન મેળવતા અરવિંદભાઇએ કૃતજ્ઞ ભાવ સાથે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના કોરોના વોરિયર્સ માટે ,100 પી.પી.ઇ. કીટનું દાન કરી તેમણે સમાજને પ્રેરણા પુરી પાડી છે.
Last Updated : Jun 25, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details