રાજકોટઃ રાજકોટ એરપોર્ટ ખાતે આવતા જતા પ્રવાસીઓના કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનને સેનિટાઈઝ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના તેમ જ સંબંધિત વિભાગના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. બહારથી આવતા લોકો દ્વારા સ્થાનિક લોકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ યાત્રિકોનું કોરોના સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના સામાનને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. સિક્યુરિટી સ્ટાફ, આરોગ્ય વિભાગ અને એરપોર્ટના કર્મચારીઓ એરપોર્ટ પર આવેલા યાત્રિકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવી રહ્યા છે. આ ઉપરાંત સૌથી પહેલા તેમનું તાપમાન માપવામાં આવે છે. ત્યારબાદ સામાનને સેનિટાઈઝ કર્યા પછી જ તેમને જવા દેવામાં આવે છે. મુંબઈથી આવેલા પ્રવાસી રોહિત શર્માએ જણાવ્યું કે, મુંબઈ ખાતે પણ જરૂરી તપાસ કરી પુનઃ ઉતરવાના સ્થળે કોરોના અંગે નિદાન અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. મુંબઈના અર્નવ દાસગુપ્તાએ યાત્રિકોના મોબાઈલ અને સામાનને પણ વાયરસ જંતુમુક્ત કરવાની કામગીરીને યોગ્ય ગણાવી હતી. રાજકોટના કેયુર શાહે આ અંગે જણાવ્યું કે, ફ્લાઈટમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે. મુંબઈના અમનભાઈએ કહ્યું કે, અહીં પ્રવાસીઓને ફેસ કવર અને માસ્ક પણ આપવામાં આવે છે. કર્ણાટકના અબ્દુલભાઈએ પણ રાજકોટ એરપોર્ટ ખાતે લેવાઈ રહેલી સાવધાની અને સાવચેતીના પગલા યોગ્ય ગણાવ્યા હતા.
રાજકોટ એરપોર્ટ પર સ્ક્રિનિંગ-સેનિટાઈઝની કામગીરી શરૂ - કોરોના સ્ક્રિનિંગ
રાજકોટ એરપોર્ટ પર પ્રવાસીઓના કોરોના સ્ક્રિનિંગ અને માલસામાનના સેનિટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના તેમ જ સંબંધિત વિભાગના કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. બહારથી આવતા લોકો દ્વારા સ્થાનિક લોકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તમામ યાત્રિકોનું કોરોના સ્ક્રિનિંગ કરવામાં આવે છે.
દિલ્હીના વીકી મિતલે અને મુંબઈના કૃણાલે જણાવ્યું કે, ફ્લાઈટમાં પણ પીપીઈ કિટની સુવિધા, સોશિયલ ડિસ્ટન્સ તેમ જ સંક્રમણના નિયંત્રણ માટેના પગલા લેવામાં આવે છે. બીજા યાત્રિક સ્મિતા શાહે કહ્યું, સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણમાં રાખવા અને યાત્રિકોની અવર-જવર દરમિયાન કોરોના વધુ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતી આ કામગીરીને આવકારીએ છીએ. મુંબઈના યોગેશભાઇએ જણાવ્યું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન, જરૂરી સ્ક્રિનિંગ, ફ્લાઈટમાં બેસતી વખતે બે વ્યક્તિ વચ્ચે જગ્યા રહે તે રીતે વ્યવસ્થામાં જરૂરી સોશિયલ ડિસ્ટન્સ તેમ જ આરોગ્યની તપાસ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં રાખવા જિલ્લા તંત્ર દ્વારા મિશન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.