ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાના પોઝિટિવિટી રેટ 9 ટકા, આગામી 15 દિવસમાં થઈ શકે છે કોરોનાથી રાહત - ગુજરાત ન્યૂઝ

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હોસ્પિટલ બહાર પણ દર્દીઓની કતારો પણ હવે જોવા મળી રહી નથી. રાજકોટમાં કોરોનાના દર્દીઓને હવે બેડ પણ ઉપલબ્દ્ધ થઇ રહ્યા છે, ત્યારે સતત કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો આવવાની સાથે આગામી 15 દિવસમાં રાજકોટમાં કોરોનાથી રાહત મળે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

Corona's positivity rate in Rajkot is 9 percent
Corona's positivity rate in Rajkot is 9 percent

By

Published : May 7, 2021, 10:37 PM IST

  • રાજકોટમાં કોરોનાના પોઝિટિવિટી રેટ 9 ટકા, આગામી 15 દિવસમાં થઈ શકે છે રાહત
  • 15 દિવસમાં રાજકોટમાં કોરનાથી રાહત મળે તેવી સેવાઇ રહી છે
  • હોસ્પિટલ બહાર દર્દીઓની કતાર હવે જોવા મળી રહી નથી

રાજકોટ : સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજકોટમાં પણ કોરોનાના કારણે લોકોની પરિસ્થિતિ કફોડી બની છે. રાજકોટમાં અગાઉ દરરોજ કોરોનાના 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા હતા, ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં આ કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે હોસ્પિટલ બહાર પણ દર્દીઓની કતાર હવે જોવા નથી મળી રહી. રાજકોટમાં કોરોનાના દર્દીઓને હવે બેડ પણ ઉપલબ્દ્ધ થઇ રહ્યા છે, ત્યારે સતત કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો આવવાની સાથે આગામી 15 દિવસમાં રાજકોટમાં કોરનાથી રાહત મળે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

રાજકોટમાં કોરોનાના પોઝિટિવિટી રેટ 9%

આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકરમાયકોસીસ માટે અલગ વોર્ડ ઉભો કરાયો

પોઝિટિવિટી કેસનો રેશિયો માત્ર 9 ટકાની આસપાસ

રાજકોટમાં હાલ કોરોનાની શું પરિસ્થિતિ છે તે જાણવા Etv Bharatએ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કેસમાં રાજકોટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના પોઝિટિવ કેસનો રેશિયો બે આંકમાં જોવા મળતો હતો, જે ઘટ્યો છે. લોકોમાં પણ કોરોના લક્ષણો ઓછા જોવા મળી રહ્યા છે. આ સાથે જ રાજકોટના 21 જેટલા આરોગ્ય કેન્દ્ર પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી છે. જો સતત આ જ પ્રકારની પરિસ્થિતિ રાજકોટમાં જોવા મળશે તો આગામી 15 દિવસમાં રાજકોટમાં રાહત થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

આ પણ વાંચો : રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાં મહિલાએ આપી કોરોનાને મ્હાત

હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગવાની બંધ

રાજકોટમાં એકાએક કોરોનાના કેસ રાફડાની જેમ ફાટી નીકળતા દર્દીઓની હાલત કફોડી બની હતી, ત્યારે સિવિલ હોસ્પિટલ બહાર રોજે 70 જેટલી એમ્બ્યુલન્સ સાથે ખાનગી વાહનોમા દર્દીઓ સારવાર લેવા માટે વેઇટિંગમાં રાહ જોઇને ઊભા રહેતા હતા. આવી જ રીતે રાજકોટમાં ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓને બે દિવસ સુધી સારવાર માટે વેઇટિંગમાં રહેવાનો વારો આવતો હતો, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં કોરોનાના દર્દીઓ બેડ પણ ઉપલબ્દ્ધ થઇ રહ્યા છે. જ્યારે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details