ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સિવિલમાં કોરોના દર્દીઓના 284 ડાયાલીસીસ કરાયા - Dialysis of kidney failure patients

કોરોના દર્દીઓ માટે કોરોના હોવા સાથે અન્ય બીમારી પણ હોય ત્યારે સારવાર ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. વાત કરીએ કિડની ફેલ્યોરના દર્દીઓની તો તેમના માટે ડાયાલીસીસ ખૂબ જ જરુરી હોય છે. ત્યારે કેવી રીતે કરવામાં આવે છે આ પ્રક્રિયા તે જાણીએ.

કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સિવિલમાં કોરોના દર્દીઓના 284 ડાયાલીસીસ કરાયા
કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સિવિલમાં કોરોના દર્દીઓના 284 ડાયાલીસીસ કરાયા

By

Published : May 26, 2021, 8:27 PM IST

  • રાજકોટ સિવિલ ખાતે કોરોનાના દર્દીઓના ૨૮૪ ડાયાલીસીસ થયાં
  • કિડની ફેલ્યોર દર્દીઓ માટે થાય છે ડાયાલીસીસ
  • દર્દીના બેટ પાસે જ હરતાફરતાં મશીનથી થાય છે ડાયાલીસીસ

    રાજકોટઃ કિડની ફેલ્યોર દર્દીઓનું લોહી શુદ્ધિકરણ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટર પર કૃત્રિમ રીતે કરવામાં આવે છે. તેઓને સાયકલ મુજબ સપ્તાહમાં એકથી ત્રણ વખત સામાન્ય રીતે ડાયાલીસીસ કરવામાં આવતું હોય છે. રાજકોટ સિવિલ ખાતે પી.એમ.એસ.એસ.વાય. બિલ્ડીંગ સ્થિત ડાયાલીસીસ સેન્ટર ખાતે Dialysis of kidney failure patients દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવે છે. કોરોનાના દર્દીઓને સારવારાર્થે સિવિલના પી.એમ.એસ.એસ.વાય. સ્થિત Rajkot Covid Hospital કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે. અહી દાખલ કોરોનાના દર્દીઓ કે જેમને ડાયાલીસીસ કરવું પડતું હોય તેમના માટે સિવિલ દ્વારા ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ છે.
    કિડની ફેલ્યોરના દર્દીઓને માટે ડાયાલીસીસ ખૂબ જ જરુરી હોય છે


    કોરોનાના દર્દી માટે 8 મૂવેબલ મશીન ઉપલબ્ધ કરાયા

    કોરોનાના દર્દીઓને પોર્ટ ખાતે એટલે કે તેમના બેડ પાસે જ હરતા ફરતા મશીન દ્વારા તેમનું ડાયાલીસીસ કરવામાં આવે છે. કોરોનાના દર્દી માટે કુલ 8 મુવેબલ મશીન ઉપલબ્ધ કરાયા છે. જે કોઈપણ ફ્લોર પર દર્દી પાસે લઈ જઈ શકાય છે. મલ્ટિસ્પેશિયાલિટી બિલ્ડિંગમાં તમામ ફ્લોર પર આર.ઓ. પાણીની લાઈન ઉપલબ્ધ હોઈ ડાયાલીસીસ શક્ય હોવાનું સેન્ટર ઇન્ચાર્જ મનીષભાઇ ઝાલાએ જણાવ્યું છે.

    આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂપિયા 10 કરોડના ખર્ચે રશિયાની કંપની બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

કોરોનાના 284 ડાયાલીસીસ કરવામાં આવ્યું

છેલ્લા ત્રણ માસમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના દર્દીઓના માર્ચ માસમાં 23, એપ્રિલ માસમાં સૌથી વધુ 153 તેમજ મે મહિનામાં 108 સહીત કુલ 284 ડાયાલીસીસ કરવામાં આવ્યાનું કૌશલભાઈ જણાવે છે. કોરોનાના દર્દીઓના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ રિપોર્ટના આધારે સામાન્ય રીતે એક દર્દીનું સપ્તાહમાં 3 વાર ડાયાલીસીસ કરવામાં આવતું હોવાનું ડાયાલીસીસ ટેક્નીશિયન કૌશલભાઈએ વિગત આપતાં જણાવ્યું છે.

નોન કોવિડ 1427 દર્દીઓના ડાયાલીસીસ કરાયા

સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં ડાયાલીસીસ સેન્ટર ખાતે 20 મશીન તેમજ અત્યાધુનિક એચ.ડી.એફ. અને સી.આર.આર.ટી. મશીન છે. જેમાં બી.પી.ના દર્દીઓ સહિત જેમનું ડાયાલીસીસ 4 કલાકથી વધુ ચાલતું હોય તેવા દર્દીઓનું ડાયાલીસીસ પણ કરવામાં આવે છે. નોન કોવિડ કિડનીના દર્દીઓના એપ્રિલ માસમાં 1427 ડાયાલીસીસ કરવામાં આવ્યાં હોવાનું ટેક્નિશિયન આકેસભાઈ જણાવે છે.

આ પણ વાંચોઃ કોરોના અને વેક્સિનેશનને લઇને કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details