રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. એવામાં લગભગ તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં કોરોનાના એક અથવા બે જેટલા કેસ નોંધાયા છે. એવામાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓમાં (Covid Positive Rajkot Students) પણ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. છેલ્લા એક મહિનામાં 70 જેટલી શાળાઓમાં કોરોનાના કેસ (Corona in Rajkot Schools) નોંધાયા છે.
કોરોનાના પોઝિટિવ કેસ આવતા છ દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું આ પણ વાંચોઃ Corona Case in Gujarat : બાળકો સંક્રમિત થયા પછી પણ DEO કચેરી પાસે સ્કૂલોમાં કેટલા શિક્ષકોઓએ વેક્સિનના બે ડોઝ લીધા છે તેની વિગતો નથી
છેલ્લા એક માસમાં 70 શાળાઓમાં કોરોના
રાજકોટ જિલ્લામાં 900 જેટલી ખાનગી અને સરકારી હાઇસ્કુલ આવેલી છે. ત્યારે છેલ્લા એક મહિનામાં 70 જેટલી શાળાઓમાં કોરોનાના એક અથવા બે જેટલા પોઝિટિવ કેસ શિક્ષક અથવા વિદ્યાર્થીઓમાં (Corona in Rajkot Schools) નોંધાયા છે. જ્યારે શાળાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ (Covid Positive Rajkot Students) આવતા શિક્ષણ વિભાગમાં પણ દોડધામ જોવા મળી રહી છે. હાલમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી. પરંતુ શિક્ષકોને કોરોના સંક્રમણ થતા શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાની ફરજ પડી રહી છે. એવામાં અત્યાર સુધીમાં 72 વિદ્યાર્થીઓ અને 50 જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત (Corona cases Increase in Rajkot 2022) થયા છે.
આ પણ વાંચોઃ Corona case in Surat: સુરતમાં કોરોના સ્કૂલે પહોંચ્યો, સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
20 જાન્યુઆરીથી કેસમાં ઘટાડો
સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલાએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં 70 જેટલી શાળાઓમાં કોરોનાના કેસ પોઝિટિવ (Corona in Rajkot Schools) આવ્યા છે. જ્યારે હાલમાં ધોરણ 10,11,12ના કલાસ ઓફલાઇન અને ઓનલાઈન છે. ત્યારે આ શાળાઓમાં કોરોના પોઝિટિવ કેસ સામે (Corona cases Increase in Rajkot 2022) આવી રહ્યા છે. એવામાં અત્યારે 6 શાળાઓમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા છ દિવસ શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે ગત 20 તારીખથી શાળાઓમાં (Covid Positive Rajkot Students) કોરોનાના કેસ ઘટ્યાં છે.