ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા લીરેલીરા - education

રાજકોટમાં પ્લે હાઉસમાં 25 જેટલા ભૂલકાઓના કોરોનાની ગાઇડલાઇન્સને નેવે મૂકી શિક્ષણ આપતા હોવાનો વિડીયો વાઇરલ થયો છે, જેના કારણે સંચાલક સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

corona
રાજકોટમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા લીરેલીરા

By

Published : Mar 31, 2021, 2:58 PM IST

Updated : Mar 31, 2021, 6:14 PM IST

  • રાજકોટમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા લીરેલીરા
  • સરકારી આદેશ હોવા છતા પ્લે સેન્ટરમાં આપવામાં રહ્યું છે શિક્ષણ
  • પ્લે સેન્ટરના સંચાલકો વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી


રાજકોટ: સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાને કાબૂમાં કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ચાર મહાનગરોમાં શૈક્ષણિક કાર્યને ઓફલાઈન કરવામાં આવ્યું છે. છતાં રાજકોટના રણછોડ નગર વિસ્તારમાં લિટલ લોર્ડ્સ પ્લે હાઉસમાં 20 થી 25 જેટલા નાના બાળકોઓને કોરોનાની ગાઇડલાઇન્સને નેવે મૂકી શિક્ષણ આપતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

શૈક્ષણિક સંસ્થામાં કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી

શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ ચાલુ હોય તો દરેક કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે જેમકે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર અને સફાઈ જેવા અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જ્યારે પ્લે હાઉસના વાઇરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શિક્ષિકાએ પણ માસ્ક પહેર્યા નહોતા તથા વિદ્યાર્થીઓને ખીચો ખીચ બેસાડવામાં આવ્યા હતા. ત્યારે બાળકોને જો કોરોનાનું સંક્રમણ વધે તો તેનું જવાબદાર કોણ

રાજકોટમાં કોરોના ગાઈડલાઈનના ઉડ્યા લીરેલીરા

આ પણ વાંચો :રાજકોટ મનપાએ વેક્સિન માટે 1 હજાર લાકોની બનાવી ટીમ, ડોર ટુ ડોર સર્વે શરુ

વાલીઓ ગેરજવાબદાર

જો કે સમગ્ર મામલે વાલીઓ પણ એટલા જ જવાબદાર ગણાય છે કારણકે દરેક લોકોએ રાજ્ય સરકારની ગાઈડલાયનનું પાલન કરવું જોઈએ. જ્યારે હાલમાં બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરતું બાળકોના માતા-પિતા જ તેના સ્વાસ્થ્ય અંગે બેદરકારી દાખવશે તો ભૂલકાઓને કોરોના સામે લડવાનો વારો આવે તેવી પરિસ્થિતિ ઉદભવે તો નવાઈ નહીં. ત્યારે સમગ્ર મામલે બી ડિવીઝન હાલ આરોપીસામે ગુનો નોંધી પોલીસે કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Mar 31, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details