રાજકોટ: વિશ્વભરમાં કોરોનાના કારણે આર્થિક મંદીનો સામનો સૌ કોઈ કરી રહ્યા છે, ત્યારે હાલ ધંધા રોજગારમાં તેમજ બ્રાહ્મણ કર્મકાંડી કરતા પંડિતોને આર્થિક સ્થિતિનો સામનો કરો પડી રહ્યો છે.
ગોંડલમાં પંડિતોની હાલત કફોડી, આત્મનિર્ભર બનવા માટે બટેટાની રેકડી ચાલુ કરી - કર્મકાંડી બ્રાહ્મણ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાની મહામારીને લઈને કર્મકાંડી બ્રાહ્મણનું કામ કરતા પંડિતોની હાલત કફોડી બની છે. જેથી આત્મનિર્ભર બનવા માટે તેઓએ બટેટા વહેંચવાની રેકડી ચાલુ કરી છે.
કર્મકાંડી બ્રાહ્મણ
ગોંડલ શહેરના પંચવટી સોસાયટીમાં રહેતા અને કર્મકાંડી બ્રાહ્મણનું કામ કરતા 40 ટકા હાથે વિકલાંગ આશીષ પંડયાને લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના પરિવારનું ગુજરાન ચલાવા પોતે આત્મનિર્ભય બનવા માટે બટેટાની રેકડી ચાલુ કરી છે. તેઓ બટેટા વહેંચીને પોતાના પરિવારનું ગુજારન ચલાવે છે.