ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતનો વિવાદ આવ્યો સામે - Property

આજના આધુનિક યુગમાં વારસાઈ મિલકત માટે અનેક વાદ વિવાદો આપણે જોતા હોઈએ છીએ. ત્યારે રાજકોટના રાજવી પરિવાર પણ આ મુદ્દે બાકાત નથી રહ્યો.

રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતનો વિવાદ આવ્યો સામે
રાજકોટના રાજવી પરિવારમાં વારસાઈ મિલકતનો વિવાદ આવ્યો સામે

By

Published : Jul 19, 2021, 10:39 PM IST

  • રાજકોટના રાજવી પરિવારનો મિલકત વિવાદ આવ્યો સામે
  • આ મામલે કાયદાકીય લડત પણ થઈ શરૂ
  • આ ઘટના અંગે કાર્યવાહી કરવામાં​​​​​​​ આવી રહી છે

રાજકોટ: રાજકોટના રાજવી પરિવારના ઠાકોર સાહેબ માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા અને તેમના બહેન અંબાલિકા દેવી વચ્ચે વારસાઇની મિલકત અંગેનો વિવાદ ખુલીને બહાર આવ્યો છે. આ વિવાદ માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને મામલે હોવાનું સામે આવ્યું છે. જો કે, રાજકોટના રાજવી પરિવારમાં ઓન વારસાઈની મિલકત અંગે વિવાદ થતા શહેરભરમાં વ્હારે ચર્ચાઓ જાગી છે. જ્યારે આ મામલે કાયદાકીય લડત પણ શરૂ થઈ છે.

રાજવી પરિવાર વચ્ચે મિલકતને લઈને કાનૂની જંગ

રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે આ વિવાદ સર્જાયો છે. આ વિવાદ માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. વડિલોપાર્જીત મિલકતનો વહીવટ માધાતાસિંહ અન્ય વારસદારોને વિશ્વાસમાં લીધા વગર કરે છે, તેવી તકરાર અપીલ મામલો નાયબ કલેક્ટર અને પ્રાંત રાજકોટ શહેર-2ની કોર્ટમાં કેસ બોર્ડ પર આવ્યો હતો. જેને લઈને આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. હાલ આ અંગે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ભાઈ- બહેન વચ્ચે પ્રોપર્ટીના હક્ક મામલે અનેક કેસ

રાજકોટની ભાગોળે આવેલા અને તાજેતરમાં જ રાજકોટ શહેરમાં ભળેલા માધાપર ગામ નજીક તેમજ સરધાર નજીક આવેલ વારસાઈ મિલકત મામલે માંધાતાસિંહ અને બહેન અંબાલિકા દેવી વચ્ચેનો વિવાદ ખુલીને બહાર આવ્યો છે. જેમાં માંધાતાસિંહના બહેન એટલેકે અરજદાર અંબાલિક દેવીએ તેમના વકીલ કેતન એલ. સીંધિયા મારફતે રાજકોટ નાયબ કલેક્ટર અને પ્રાંત રાજકોટ શહેર-2માં ભળેલા કેસ બોર્ડમાં માધાપર અને સરધાર આ બન્ને ગામમાં આવેલી મિલકત બાબતે તકરારી દાવો દાખલ કર્યો છે. જે મામલે બન્ને પક્ષના વકિલોને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે સાંભળ્યા હતા.

વાડીલોપાર્જીત મિલકતનો વહીવટ પોતાને રીતે કર્યો

રાજવી પરિવારના જમીન મામલે એવી વાત સામે આવી છે કે, બહેન અંબાલિકા દેવીના કહેવા મુજબ ભાઇ માંધાતાસિંહ વડિલોપાર્જીત મિલકતનો વહીવટ પોતાની રીતે કર્યા રાખે છે. જે મામલે બહેન દ્વારા સોગંદનામા દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જ્યારે જમીન તકરારમાં અંબાલિકા દેવીએ દાવો તો રજૂ કર્યો છે, પરંતુ હજુ સુધી તેઓ રાજકોટ ખાતે આવ્યા નથી તેમજ પ્રાંત અધિકારીના કેસ બોર્ડમાં રૂબરૂ હાજરી આપી નથી. તેમના તરફથી જે કંઇ પણ દલિલ કે રજૂઆત કરવાની થાય છે, એ સોગંદનામા દ્વારા તેમના વકીલ મારફતે રજૂ થાય છે, પરંતુ રાજવી પરિવારમાં વારસાઈ મિલકત મામલે વાદ વિવાદ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details