ગુજરાત

gujarat

By

Published : Aug 23, 2021, 7:28 PM IST

ETV Bharat / city

રાજકોટ મેટોડા GIDC ફેક્ટરીઓના કારણે આસપાસના ગામોમાં પીવાનું પાણી દુષિત

30 વર્ષ પહેલા રાજકોટ કાલાવાડ રોડ પર GIDCનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. આ વિસ્તારની આજુ-બાજુ અનેક ગામડાઓ આવેલા છે. આ ગામ લોકોને ફેક્ટરી દ્વારા થતા પ્રદુષણને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આવેલા ખેતરોની જમીન પણ પ્રદુષિત થઈ ગઈ છે જેના કારણે ખેડુતો પણ પરેશાન છે.

rajkot
રાજકોટ મેટોડા GIDC ફેક્ટરીઓના કારણે આસપાસના ગામોમાં પીવાનું પાણી દુષિત

  • રાજકોટ GIDCના વિસ્તારના ગામ લોકો પરેશાન
  • પ્રદુષણને કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતા
  • વિસ્તારને ગ્રીન ઝોનમાંથી ઉદ્યાગ ઝોનમા મૂકવાની માગ

રાજકોટ: જિલ્લાના કાલાવડ રોડ ઉપર આવેલી મેટોડા GIDC ઉદ્યોગિક વસાહતને કારણે આ વિસ્તારની આસપાસના ગામોમાં વાતાવરણ પણ પ્રદૂષિત થયું છે. પીવાના પાણીમાં પણ કેમિકલ ભેળવાઈ જતાં તે પણ દૂષિત થયું છે. જેને લઇને વિસ્તારમાં ગંભીર અસરો જોવા મળી રહી છે. આ સમગ્ર વિસ્તાર હાલ ગ્રીન ઝોન હેઠળ આવી રહ્યો છે. જેને લઈને આજે(સોમવાર) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મેટોડાGIDCની આસપાસના ગામોના પસ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં રજૂઆત માટે દોડી આવ્યા હતા. જિલ્લા કલેકટરને આ મામલે રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહીની માગ કરી હતી.

છેલ્લા 20 વર્ષથી વિસ્તાર ગ્રીનઝોન હેઠળ

મેટોડા GIDCનું નિર્માણ 30 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. આ GIDC વિસ્તારમાં મોટા ઉદ્યોગો તેમજ નાના મોટા કારખાનાઓ આવેલા છે. આ સિવાય GIDCની આજુ બાજુના વિસ્તારમાં ગામો આવ્યા છે. જેમાં 250 કરતાં વધુ ખેડૂતોની જમીન છેલ્લા 20 વર્ષથી ગ્રીન જોન હેઠળ આવેલી છે. GIDCમાં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત તેમજ કેમિકલ યુક્ત પાણી અને કચરો સહિતનું વેસ્ટજ આ ખેતરની જમીન અને પાણીમાં ભળે છે. જેના કારણે વાતાવરણ અને પાણી બંને દૂષિત થયા છે. જેના કારણે ખેડૂતોની હાલત પણ આ કારણે કફોડી બની છે.

આ પણ વાંચો :આ દિગ્ગજ નેતાને સોંપવામાં આવી શકે છે ગુજરાત કોંગ્રેસની જવાબદારી

આસપાસના વિસ્તારમાં 250 જેટલા ખેતરો

મેટોડા GIDC વિસ્તારની આસપાસમાં 250 કરતાં વધુ ખેડૂતોના ખેતરો આવેલા છે. આ સિવાય ત્રણ જેટલા ગામો પણ છે. ઔદ્યોગિક વસાહતમાંથી કેમિકલયુક્ત પાણી તેમજ પ્લાસ્ટિકના વેસ્ટજ સહિતની કચરો સત્તત આ વિસ્તારમાં ફેંકવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. છેલ્લા ઘણા સમયથી આ ખેતરોમાં પાક પણ નથી ઊગી રહ્યા. જમીનની ગુણવત્તા પણ ઘટી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી આવવાના કારણે ઢોર સહિતના પશુઓ બીમાર પડી રહ્યા છે. જેને લઇને ખેડૂતો તેમજ ગ્રામ્યજનો બંને મુશ્કેલીમાં મુકાયા છે.

રાજકોટ મેટોડા GIDC ફેક્ટરીઓના કારણે આસપાસના ગામોમાં પીવાનું પાણી દુષિત

આ પણ વાંચો : રાજ્ય સરકાર શિક્ષણ સર્વેક્ષણ કરશે, શૈક્ષણિક સંઘે કર્યો વિરોધ

વિસ્તારને ઉદ્યોગઝોનમાં મુકવાની માગ

આ અંગે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે," હાલ મેટોડા GIDCની આસપાસનો વિસ્તાર ગ્રીનઝોનમાં રાખવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો આ વિસ્તારની જમીન વેચી પણ શકતા નથી અને ઉદ્યોગકારો જમીન ખરીદી શકતા નથી. જેને લઇને તાત્કાલિક મેટોડા GIDCની આસપાસના વિસ્તારને ઉદ્યોગઝોનમાં મુકવામાં આવે તેવી અમારી માંગણી છે. જેના કારણે અમે પોતાની જમીન વેચીને બીજી જગ્યાએ ખેતી માટેની જમીન લઈ શકીએ છીએ જ્યારે ઉદ્યોગકારોને પણ નવા કારખાના બનાવવા માટે સહેલાઈથી જમીન મળી શકશે.

ABOUT THE AUTHOR

...view details