રાજકોટ:શહેરનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard) શેષમાં આવકની દ્રષ્ટિએ ગુજરાતભરમાં નંબર વન બન્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાણાકીય વર્ષ(Gondal Marketing Yard Fiscal Year) 2021-22 દરમિયાન 2362.49 લાખ એટલે કે 23.61 રૂપિયાની શેષની આવક થઈ છે. જેમને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જણસીઓની આવક સાથે માર્કેટ યાર્ડે ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડની સિદ્ધિ સૌપ્રથમ વખત મળી છે.
આ પણ વાંચો:લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?
માર્કેટિંગ યાર્ડના હિસાબ કિતાબ રજૂ કરતો અહેવાલ સાથે બુક બહાર પાડવામાં આવી હતી - ગોંડલ યાર્ડે ઊંઝા માર્કેટિંગ યાર્ડને(Unza Marketing Yard) પછાડી ગોંડલ યાર્ડ નંબર વન પર પહોંચ્યું છે. ગુજરાત બજાર નિયંત્રણ સંઘની(Gujarat Market Control Association) તાજેતરમાં જ બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન(Chairman Marketing Yard Gujarat) સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બજાર નિયંત્રણ સમિતિ દ્વારા દર વર્ષે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડના હિસાબ કિતાબ રજૂ કરતો અહેવાલ સાથે બુક બહાર પાડવામાં આવતી હોય છે.
ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરી -આ વર્ષે પણ આ બુક જાહેર કરાઇ હતી. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ શેષની આવક થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સૌથી વધુ આવકમાં અત્યાર સુધી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન રહેતું હતું. જેમાં વર્ષોથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વનના સ્થાન પર હતું. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ માર્કેટિંગ યાર્ડએ બીજા નંબર પર રહેતું હતું. ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરીને ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડ તરીકેનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એ પણ સૌરાષ્ટ્ર પંથકના સૌ કોઈ માટે એક ગૌરવની વાત છે.