- ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 5ની એક બેઠક પર કોંગ્રેસની જીત
- પેટાચૂંટણીમાં કોંગ્રેસના દક્ષાબેન સંજય વેકરીયાએ મારી બાજી
- ભાજપ અને આમ આદમી પાર્ટીના બન્ને મહિલા ઉમેદવારની હાર
ઉપલેટા, રાજકોટ : જિલ્લામાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે ગત 3 ઓક્ટોબરના દિવસે પેટાચૂંટણી યોજવામાં આવી હતી, ત્યારે પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર(Election Result) કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠક અને સાંણથલી બેઠક પર અને ઉપલેટા નગરપાલિકા(Upleta Municipality)ની વોર્ડ નંબર 5ની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ બાજી મારી છે અને વિજય થયા છે.
ઉપલેટામાં ભાજપ અને આપના મહિલા ઉમેદવારોની થઈ હાર
ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 5 ની એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે, જેમાં AAP ના ઈલાબેન અમૃત ગજેરાને 327, જ્યારે ભાજપના વિલાસબેન કુણાલ સોજીત્રાને 885 મત મળ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેન સંજય વેકરીયા 1098 મત સાથે વિજય ઘોષિત થયા હતા. કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિજેતા ઘોષિત થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સહિતનાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.