- પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ કોંગ્રેસ દ્વારા ધરણા
- રાજકોટમાં ત્રિકોણ બાગ ચોક ખાતે કોંગ્રી નેતાઓએ કર્યા ધરણા
- પાલીસે કોંગ્રેસના નેતાઓની કરી અટકાયત
રાજકોટઃ દેશભરમાં આજે શુક્રવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા દેશ વ્યાપી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ આજે શુક્રવારે શહેરના ત્રિકોણ બાગ ચોક ખાતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે, આ ધરણાં દરમિયાન પોલીસે તમામ કોંગી નેતાઓની ધરપકડ કરી છે. રાજકોટ શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ ધરણાં પ્રદર્શનમાં જોડાયા હતા અને સત્તત વધી રહેલા પેટ્રોલ-ડીઝલ (Petrol diesel)ના ભાવને લઈને પોતાનો વિરોધ (Protest) નોંધાવ્યો હતો.
દેશમાં સત્તત વધતા પેટ્રોલ- ડીઝલના ભાવને લઈ ધરણાં
કોરોના કાળમાં હાલ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારની હાલત અત્યંત કફોળી બની છે. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવના કારણે પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે શુક્રવારે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે દેશ વ્યાપી આંદોલન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેર કોંગ્રેસે પણ શહેરના ત્રિકોણ બાગ ખાતે ધરણાં પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટાભાગના કોંગી નેતાઓ હાજર રહ્યા હતા અને હાથમાં વિવિધ બેનર્સ સાથે ધરણાં યોજ્યા હતા.