ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રિ બાદ PM મોદીની સભામાં કૉંગી ધારાસભ્યો કેસરિયો ધારણ કરે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સમયમાં રાજ્યમાં સભા (PM Modi Public Meeting) ગજવશે. ત્યારે અહીં કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરે (Congress leaders likely to join BJP) તેવી શક્યતા છે. જોકે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં જંગી મેદની એકઠી કરવા જિલ્લા ભાજપના આગેવાનોએ મિટિંગનો દોર શરૂ કર્યો છે. તેમ જ તખ્તો પણ તૈયાર (PM Modi Gujarat Visit ) થઈ રહ્યો છે.

નવરાત્રિ બાદ PM મોદીની સભામાં કૉંગી ધારાસભ્યો કેસરિયો ધારણ કરે તેવી શક્યતા
નવરાત્રિ બાદ PM મોદીની સભામાં કૉંગી ધારાસભ્યો કેસરિયો ધારણ કરે તેવી શક્યતા

By

Published : Sep 21, 2022, 9:09 AM IST

રાજકોટઅત્યારે બહુચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ગીત કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા રંગ જાઉં જો મેં હાથ લગાઉં ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. ત્યારે આવું જ કંઈક જોવા મળી રહ્યું કેટલાક કોંગી નેતાઓમાં. જેમ જેમ ચૂંટણી (Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. તેમ તેમ કોંગી ધારાસભ્યો (gujarat congress leaders) ભાજપ તરફ ખેંચાતા હોય અને કેસરિયો ધારણ કરવાની તૈયારી કરતા હોય તેમ લાગી રહ્યું છે.

આ ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેસરિયો થવાની શક્યતા ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) 11 ઓક્ટોબરે જામકંડોરણામાં (PM Modi Public Meeting at Jamkandorana) જાહેર સભા ગજવશે. ત્યારે અહીં તેમની ઉપસ્થિતિમાં કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરે તેવી શક્યતા (Congress leaders likely to join BJP) છે. જોકે, હવે આ બાબતે રાજકીય (gujarat political news) ગરમાગરમી અને ચર્ચાએ જોર પકડ્યું છે અને તૈયારીઓ પણ શરૂ થવા લાગી છે.

PMની જાહેર સભામાં થઈ શકે છે મોટો ખૂલાસોકૉંગ્રેસથી નારાજ (gujarat congress leaders) થયેલા કેટલાક ધારાસભ્યો ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ વધુ વેગવંતી બની છે. ત્યારે હવે વડાપ્રધાન 11 ઓક્ટોબરે રાજકોટના જામકંડોરણામાં જાહેર સભા ગજવશે. તે જ સમયે મોટો ખૂલાસો થાય તેવી શક્યતા છે.

આ ધારાસભ્યો પાર્ટીથી નારાજ કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya), વિસાવદરના હર્ષદ રિબડિયા (Visavadar Congress MLA Harshad Ribadiya), રાજૂલાના અંબરીશ ડેર (Rajula Congress MLA Ambarish Der) અને જામકંડોરણાના ચિરાગ કાલરિયા કૉંગ્રેસથી નારાજ (Jamkandorana MLA Chiran Kalariya) થઈને ભાજપથી નજીક જઇ રહ્યાંની છેલ્લા 6 મહિનાથી જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

હાર્દિક પટેલ ભાજપમાં જોડાતા બદલાયો વિચાર આ તમામ ધારાસભ્યોએ દર વખતે પોતે કૉંગ્રેસમાં જ (gujarat congress leaders) છે અને કૉંગ્રેસમાંથી જ ચૂંટણી લડવાના છે તેવી વાતો કરી છે, પરંતુ આંતરિક કંઈક જુદો જ છે. કારણ કે, હાર્દિક પટેલના (hardik patel latest news) ભાજપમાં જોડાયા બાદ કૉંગ્રેસના આ ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું.

ટૂંક સમયમાં થશે જાહેરાત કૉંગ્રેસે આગામી ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી દીધી હોવાની પણ વિગતો સામે આવી છે. તે મુજબ ઉપરોક્ત ચારેયની પણ કૉંગ્રેસમાંથી ટિકિટ પાકી ગણવામાં આવી રહી છે. જોકે, ગણતરીના દિવસોમાં તેમની ટિકીટની વિધિવત્ જાહેરાત થાય તેવા નિર્દેશો મળી રહ્યાં છે. જોકે, આ કૉંગ્રેસના ચારેય ધારાસભ્યની ટિકીટ જાહેર થાય તે સાથે જ ભાજપ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે તેવી સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે.

જામકંડોરણામાં જાહેરસભાનું આયોજન આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, 11 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat Visit) રાજકોટના જામકંડોરણા (PM Modi Public Meeting at Jamkandorana) ખાતે આવી રહ્યાં છે, જેમાં વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં જ કૉંગ્રેસના ઉપરોક્ત ચારેય ધારાસભ્ય ભાજપમાં જોડાઈ જશે (gujarat congress leaders) તેવું ભાજપના સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થયેલ છે. એટલું જ નહીં, ભાજપમાં જોડાવવા ઈચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની ઇચ્છા વ્યક્ત કરી હોઈ તેવું પણ સુત્રોએ જણાવ્યું છે.

ભાજપમાં મિટીંગનો દોર શરૂ ભાજપના હાઇકમાન્ડે (BJP High Command) વડાપ્રધાનના આગામી કાર્યક્રમમાં ધારાસભ્યોને જોડાવાનો તખ્તો તૈયાર કરી લીધો છે, જેમાં વડાપ્રધાનની હાજરીમાં જંગી મેદની એકઠી કરવા માટે રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોએ મિટીંગનો દોર શરૂ કર્યો છે અને તાલુકાદીઠ લોકોને લાવવા માટેના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. ત્યારે આગામી દિવસોમાં રાજકીય (gujarat political news) ધમાકો થવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. જોકે, આ અંગેની હકીકત તો આવનારા કાર્યક્રમ જાહેર થયા બાદ જ સામે આવશે.

ABOUT THE AUTHOR

...view details