ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન, પોલીસે કોંગી કાર્યકરોની કરી અટકાયત

દેશમાં મોંઘવારી (Inflation)એ લોકોની કમ્મર તોડી દીધી છે અને લોકો ભારે પરેશાન છે. ત્યારે વિજયાદશમી (Vijayadashami)ના તહેવાર પર રાજકોટ (Rajkot)માં કોંગ્રેસે મોંઘવારી રૂપી રાવણનું દહન કરીને મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસે અલગ-અલગ વિસ્તારોમાં મોંઘવારી રૂપી રાવણનું દહન કરવાનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન

By

Published : Oct 15, 2021, 7:42 PM IST

  • દેશમાં વધતી મોંઘવારીનો રાજકોટ ખાતે કોંગ્રેસે કર્યો અનોખી રીતે વિરોધ
  • રાજકોટમાં કોંગ્રેસે મોંઘવારી રૂપી રાક્ષસનું કર્યું દહન
  • મોંઘવારી રૂપી રાક્ષસના ત્રીજા દહન પહેલા કોંગી કાર્યકર્તાઓની અટકાયત

રાજકોટઃ દેશમાં આજે વિજયાદશમી (Vijayadashami)નો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં રાજકોટમાં શહેર કોંગ્રેસ (Rajkot Congress) દ્વારા દેશમાં વધી રહેલી મોંઘવારીને લઈને મોંઘવારી રૂપી રાક્ષસ એટલે કે મોંઘવારીના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી (Inflation)ના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટના મધ્ય ઝોન એટલે કે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે મોંઘવારીના રાવણનું દહન થાય તે પહેલા જ પોલીસે કોંગી કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરી હતી.

3 સ્થળોએ મોંઘવારીના રાવણનું દહન કરવાનું આયોજન

રાજકોટમાં કુલ 3 સ્થળોએ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણના દહનનું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મધ્યસ્થ કાર્યાલય ખાતે કોઈપણ વિરોધના કાર્યક્રમ યોજાય તે પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાવણનું દહન,

પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને શહેરના મધ્ય ઝોનમાં વિરોધ

આજે વિજયા દશમીના દિવસે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોન એટલે કે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતે મોંઘવારીના રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ ઝોનમાં સામાકાંઠા વિસ્તારમાં 80 ફૂટના રોડ ઉપર કોંગી નેતાઓ દ્વારા મોંઘવારીના રાવણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 12ના કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ મોંઘવારીના રાવણનું દહન કરવામાં આવ્યું હતું, પરંતુ મધ્ય ઝોનમાં એટલે કે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યાલય ખાતે રાવણનું દહન કરવામાં આવે તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

દેશમાં મોંઘવારી બેકાબૂ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાતમાં પણ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આવામાં દૂધ તેમજ ખાદ્યતેલના ભાવમાં પણ દિવસે-દિવસે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે જીવન જરૂરી વસ્તુઓ લેવી હાલમાં મોંઘી બની છે. આવામાં કોંગ્રેસ દ્વારા દેશમાં મોંઘવારીનો વિરોધ કરતા આજે વિજયાદશમીને દિવસે મોંઘવારીના રાવણનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના પૂર્વ ઝોનમાં અને પશ્ચિમ ઝોનમાં મોંઘવારીના રાવણનું દહન કરાયું હતું. જ્યારે મધ્ય ઝોનમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Dussehra 2021: ખાદ્યતેલના ભાવ વધારાની અસર જલેબી-ફાફડા પર જોવા મળી, જાણો કેટલો ઝીંકાયો વધારો

આ પણ વાંચો: દશેરાના દિવસે વાહન ખરીદી માટે ગ્રાહકોની સંખ્યામાં વૃદ્ધિ પણ પ્રોડક્શન ન થતા કાર માટે 1 થી 1.5 મહિનાનું વેઇટિંગ

ABOUT THE AUTHOR

...view details