ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોંગ્રેસના ધરણા, 100 જેટલા નેતા અને કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

રાજકોટ શહેરના બહુમાળી ભવન ખાતે આજે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અર્જુન ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા.

રાજકોટમાં કોંગ્રેસના ધરણા
રાજકોટમાં કોંગ્રેસના ધરણા

By

Published : Jan 7, 2021, 1:36 PM IST

  • રાજકોટમાં કોંગ્રેસના બહુમાળી ભવન ખાતે ધરણા
  • 100 જેટલા નેતા અને કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત
  • કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગી
    100 જેટલા નેતાઓ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત


રાજકોટઃ શહેરના બહુમાળી ભવન ખાતે આજે શહેર કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અર્જુન ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા. ધરણા કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન ન થયું હોવાનું જોવા મળ્યું નથી. જો કે પોલીસ તંત્ર દ્વારા ધરણા કાર્યક્રમની મંજૂરી ન હોવા છતાં ધરણા યોજ્યા હોવાના કારણે કોંગી નેતા અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.

કોંગી નેતાની ધરપકડના વિરોધમાં બહુમાળી ચોક ખાતે ધરણા

100 જેટલા નેતાઓ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

ગઈકાલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર સમક્ષ ધરણા યોજવાની મંજૂરી માંગી હતી. જે દરમિયાન પોલીસ દ્વારા ધરણા માટેની મૌખિક મંજૂરી આપી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું હતું. જેને લઈને શહેર કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં બહુમાળી ચોક ખાતે ધરણા માટે આવી પહોંચ્યા હતા અને ધરણા યોજ્યા હતા. જો કે પોલીસે આજે ધરણા યોજવાને લઈને 100 જેટલા કોંગી કાર્યકર્તાઓ અને નેતાઓ અટકાયત કરી હતી. જ્યારે કોંગી નેતાઓની અટકાયત કરવામાં આવી ત્યારે ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગી આગેવાનો જોડાયા

લેન્ડ ગ્રેમિંગ મુદ્દે કોંગી નેતાની ધરપકડ

રાજકોટમાં ત્રણ દિવસ પહેલા વોર્ડ નંબર 12ના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાના પતિ કનકસિંહ જાડેજાની પોલીસે લેન્ડ ગ્રેમિંગ કાયદા મુજબ અટકાયત કરતા, કોંગ્રેસ દ્વારા કોંગી નેતાની ધરપકડના વિરોધમાં બહુમાળી ચોક ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેની ગઈકાલે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નર પાસે મંજૂરી માંગી હતી. જે આપી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવામાં આવ્યું હતું. પરંતુ આજે સવારે પોલીસે ધરણાંની મંજૂરી નહિ મળી હોવાનું કહીને કોંગી નેતાઓની અટકાયત કરી હતી.



ABOUT THE AUTHOR

...view details