- રાજકોટમાં બંધ પહેલા જ વિરોધની ઘટના
- કોંગ્રેસ નેતા તુષાર નંદાણીએ રસ્તા પર ટાયર સળગાવ્યા
- બી ડીવીઝન પોલીસે કરી ધરપકડ
રાજકોટમાં બંધ પહેલા કોંગ્રેસનું છમકલું, રસ્તા પર ટાયર સળગાવાયા - congress leader tushar nandani
દિલ્હી ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા મંગળવારે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બંધ અગાઉ સોમવારની રાત્રે રાજકોટમાં કોંગ્રેસ નેતા દ્વારા રસ્તા પર ટાયરો સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે રાજકોટ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી કોંગ્રેસ નેતા તુષાર નંદાણીની ધરપકડ કરી છે.
રાજકોટઃ દિલ્હી ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા જાહેર થયેલા ભારત બંધના એલાનને સમર્થન આપવા બંધ અગાઉ જ રાજકોટમાં કોંગ્રેસ સક્રિય થઇ હતી. સોમવારની રાત્રે જ કોંગ્રેસ નેતા દ્વારા રસ્તા પર ટાયરો સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જો કે રાજકોટ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી કોંગ્રેસ નેતા તુષાર નંદાણીની ધરપકડ કરી છે.
સામાં કાંઠા વિસ્તારના પેડક રોડ પર સળગાવ્યા ટાયર
કોંગ્રેસ, NCP, AAP સહિતના વિવિધ રાજકીય પક્ષો તેમજ અલગ અલગ ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોના બંધને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં સોમવારની રાતથી જ બંધને સમર્થન આપવા માટે કોંગી નેતા તુષાર નંદાણીએ પેડક રોડ વિસ્તારમાં રસ્તા પર ટાયર સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આમ એક દિવસ અગાઉ જ રાજકોટમાં વિરોધની ઘટના સામે આવી હતી.
પોલીસે કોંગી નેતા તુષારની કરી ધરપકડ
રાજકોટના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાયર સળગાવવાની ઘટના સામે આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ મુખ્ય આરોપી તુષાર નંદાણીની અટકાયત કરી હતી. જે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.