ગુજરાત

gujarat

ETV Bharat / city

Congress Executive Meeting: આ વખતે કૉંગ્રેસ જીતશે આટલી બેઠક, પાર્ટીએ લીધો સંકલ્પ - Congress Leaders in Rajkot

રાજકોટમાં ગુજરાત કૉંગ્રેસની કારોબારી બેઠક (Congress Executive Meeting) યોજાઈ હતી. અહીં 1,200 જેટલા કૉંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં કૉંગ્રેસે આ વખતે વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવાનો સંકલ્પ કર્યો હતો.

Congress Executive Meeting: આ વખતે કૉંગ્રેસ જીતશે આટલી બેઠક, પાર્ટીએ લીધો સંકલ્પ
Congress Executive Meeting: આ વખતે કૉંગ્રેસ જીતશે આટલી બેઠક, પાર્ટીએ લીધો સંકલ્પ

By

Published : May 20, 2022, 11:13 AM IST

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. તેવામાં ગુરુવારે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી રાજકોટ આવી પહોંચી હતી. અહીં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1,200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. ત્યારે શું હતું આ બેઠકમાં અને કેવા પ્રકારના થયા છે આયોજન. તેની પર કરીએ એક નજર.

રાજકોટમાં યોજાઈ કૉંગ્રેસની કારોબારી બેઠક

15 જૂન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત - આ બેઠકમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી રઘુ શર્માએ (Gujarat Congress In charge Raghu Sharma) કહ્યું હતું કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 125 પ્લસ બેઠક જીતવાનો ટાર્ગેટ છે. એટલે 182 બેઠક પર ‘મેરા બૂથ, મેરા ગૌરવ’ કાર્યક્રમ (My Booth My Pride program) યોજાશે. જ્યારે કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 15 જૂન પહેલાં રાહુલ ગાંધી અથવા સોનિયા ગાંધીના રોડ શોનું આયોજન થશે. તેઓ ચૂંટણી અંગે રણનીતિ નક્કી (Congress Strategy for Gujarat Election) કરવા આવશે.

રાજકોટમાં યોજાઈ કૉંગ્રેસની કારોબારી બેઠક

આ પણ વાંચો-હવે શું છે હાર્દિક પટેલનો પ્લાન 'B'

આ લોકો બેઠકમાં રહ્યા ઉપસ્થિત - રાજકોટમાં ગુજરાત કૉંગ્રેસની કારોબારીની બેઠક (Congress Executive Meeting) યોજાઈ હતી, જેમાં ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી, સહપ્રભારી રામકિશન ઓઝા સિવાય દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ રાજકોટ આવી (Congress Leaders in Rajkot) પહોંચ્યા હતા.

બેઠકમાં 125 બેઠક જીતવાનો કર્યો સંકલ્પ

આ પણ વાંચો-કૉંગ્રેસના નેતાઓ ખરેખર અસંવેદનશીલ છે, હાર્દિકને વર્ણવી આપવિતી

હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું -આ અંગે કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ (Gujarat Congress In charge Raghu Sharma) જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દાહોદ બાદ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક (Congress Saurashtra Zone Meeting) શરૂ થઈ છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમ જ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા હતા. આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) મુદ્દે આજે રણનીતિ નક્કી કરાશે અને ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

1,200 જેટલા કૉંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહ્યો -કૉંગ્રેસની આ બેઠકમાં હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહ્યો હતો. જોકે, કૉંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ આ બેઠક બાદ હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details