ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભરવા રેલી યોજી, ટ્રાફિક જામ થતા એમ્બ્યુલન્સ ફસાઈ - congress rally

રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ પરવાનગી વિના રેલી યોજી હતી. જેમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. આ ઉપરાંત ઉમેદવારોએ એમ્બ્યુલન્સને રસ્તો પણ બનાવી આપ્યો ન હતો.

રાજકોટ
રાજકોટ

By

Published : Feb 6, 2021, 1:24 PM IST

  • ઉમેદવારોએ સરદારની પ્રતિમાને ફૂલ હાર ચઢાવ્યા
  • કોંગ્રેસના ઝંડાઓ બહાર કાઢી કર્યો રસ્તો જામ
  • ઉમેદવારોએ એમ્બ્યુલન્સને રસ્તો બનાવી આપ્યો નહીં

રાજકોટ: કોંગ્રેસની ઉમેદવારીના ફોર્મ ભરવા માટે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થયા હતા. ત્યારે કોંગ્રેસ દ્વારા રેલી યોજી બહુમાળી ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ હાર ચડાવ્યા હતાં. ત્યાર બાદ એકસાથે 11 અને 13 વોર્ડના ઉમેદવારોએ મળીને કાર રેલીનું દ્રશ્ય ઉભું કર્યુ હતું. કારમાંથી કોંગ્રેસના ઝંડાઓ બહાર કાઢી બહુમાળી ભવન ચોક ખાતે ટ્રાફિક જામ સર્જ્યો હતો.

કોંગ્રેસની રેલીમાં એમ્બ્યુલન્સ ફસાઈ
કૉંગ્રેસની રેલીમાં ફસાઈ એમ્બ્યુલન્સ

રેલી કે સરઘસ કાઢવા માટે અગાઉથી પરવાનગી લેવી પડતી હોય છે, પરંતુ રાજકોટમા નિયમોથી પર જઈને કોંગ્રેસના ઉમેદવારોએ રેલી જેવા દ્રશ્યો સર્જ્યા હતા. આ રેલીને કારણે જામ થયેલા ટ્રાફિકમાં એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. પરંતુ ઉમેદવારોએ એમ્બ્યુલન્સને રસ્તો બનાવી આપ્યો ન હતો. અંતે એમ્બ્યુલન્સે પોતાનો રસ્તો જાતે બનાવવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details