- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વચ્ચે રાજકોટમાં 22 ઉમેદવારોની યાદી જાહેર
- 22 ઉમેદવારો પૈકી 11 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું
- 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા માત્ર એક ઉમેદવારનો સમાવેશ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મ.ન.પા.ની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મોટાભાગનાં નામોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા ઉમેદવારોને પણ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જ્યારે 60 વર્ષથી વધુનાં માત્ર એક ઉમેદવારને રિપિટ કરવામાં આવ્યા છે. રાજકોટ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવતા શહેર કોંગ્રેસ કાર્યાલય ફરીથી ધમધમી ઉઠ્યું છે.
ભાજપમાંથી આવેલા મહિલા કોર્પોરેટરને પણ ટિકિટ અપાઈ
પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા માટેનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અગાઉ ભાજપમાંથી આવેલા પૂર્વ મહિલા કોર્પોરેટર ભેસાણીયા દક્ષાબેનને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેઓને વોર્ડ નંબર 5માંથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે, મનસુખભાઈ કાલરીયાને પણ કોંગ્રેસ દ્વારા ફરી રિપિટ કરવામાં આવ્યા છે. જેઓની ઉંમર 60 વર્ષથી વધુ છે.