- કોરોનાના કેસ વધતા વિપક્ષના ગંભીર આક્ષેપ
- સી. આર. પાટીલને કારણે સૌરાષ્ટ્ર કોરોના સંક્રમણ વધ્યું : વશરામ સાગઠિયા
- મુખ્યપ્રધાનનો આદેશ છે કે, કોરોના ન ફેલાવો : વશરામ સાગઠિયા
રાજકોટ : રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા હવે રાજકોટમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઇને રવિવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના સાંસદ, ધારાસભ્યો તેમજ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. કોરોના સંક્રમણને રોકવા અંગે આ બેઠકમાં વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં હતી. આ સાથે જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આગામી દિવડીમાં વધારેમાં વધારે લોકોને કોરોનાની વેક્સિન અલવામાં આવે તે અંગેની પણ રણનીતિ બનાવામાં આવી હતી. આ બાબતે વસરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ જિલ્લા કલેક્ટર ભાજપના મહામંત્રીની જેમ કામ કરી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય તંત્ર દ્વારા હવે રાજકોટમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઇને રવિવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા રાજકોટના સાંસદ, ધારાસભ્યો તેમજ નવા ચૂંટાયેલા કોર્પોરેટર્સ સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણને રોકવા અંગે વિશેષ ચર્ચાઓ હાથ ધરવામાં હતી. આ સાથે જ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં આગામી દિવડીમાં વધારેમાં વધારે લોકોને કોરોના વેક્સિન અપવામાં આવે, તે અંગેની પણ રણનીતિ બનાવામાં આવી હતી.
આ પણ વાંચો -રાજકોટ કોંગ્રેસની ભાજપ નેતાઓ સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ સહિતનો ગુનો દાખલ કરવા માગ
કોરોનાના કેસ વધતા વિપક્ષના ગંભીર આક્ષેપ