ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV Bharatના પ્રશ્નો પર મુંઝાયા ઈસુદાન ગઢવી - ગોપાલ ઈટાલીયા

જેતપુર જેતલસરમાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

aap
ETV Bharatના પ્રશ્નો પર મુંઝાયા ઈસુદાન ગઢવી

By

Published : Jul 11, 2021, 12:24 PM IST

  • મીડિયાથી દૂરી બનાવતા પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયા
  • પત્રકારોના સવાલોથી મૂંઝાયા ઇશ્વરદાન ગઢવી
  • આપ નેતા મહેશ સવાણીની ગેરહાજરી ઉઠ્યાં અનેક સવાલો


રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. આમ આદમી પાર્ટીના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ જેતપુર શહેરમાં ન રાખીને જેતલસર ગામમાં રાખવામાં આવતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.

શહેરની જગ્યાએ ગામમાં યોજાઈ સભા

ગોપાલ ઇટાલીયાની જેતલસર ગામમાં આ બીજી મુલાકાત હતી. આપની આ સભામાં ભાજપ સરકારને તાકીને ઘણા આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીની સભામાં પોલીસ પ્રોટેક્શન પણ જોવા મળ્યું હતું. સભાના અંતમાં પત્રકારોના સવાલોના જવાબ આપવા માટે પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઇટલીયાની જગ્યાએ આપ નેતા ઇસુદાન ગઢવીએ આપ્યા હતા. જેમાં ઈશુદાન ગઢવી પત્રકાર સવાલોના જવાબ આપતા મૂંઝાતા જોવા મળ્યા હતા.

ETV Bharatના પ્રશ્નો પર મુંઝાયા ઈસુદાન ગઢવી

આ પણ વાંચો : AAPના કાર્યાલયની એક તસવીરના કારણે કોણે માફી માંગી, જાણો કોણ છે આ વ્યક્તિ

ETV Bharatના પ્રશ્નમાં અટવાયા ઈસુદાન

ઈશુદાન ગઢવી આ સભામાં ભાષણ કરતાં જણાવ્યું હતું કે તેમની એટલે કે આમ આદમી પાર્ટીની લડાઇ કૌરવો સામે છે ત્યારે તેમણે કરેલા ભાષણને લઈને ETV Bharat દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે કૌરવો અને પાંડવો ભાઈ-ભાઈ હતા તો શું ભાજપ અને આપ ભાઈ ભાઈ છે? ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતા તેઓ અચકાતા જોવા મળ્યા હતા. આ સભા સુરતના ઉદ્યોગપતિ અને આપ નેતા મહેશ સવાણીની ગેરહાજરી અંગે મીડિયા દ્વારા ઇસુદાન ગઢવીને પ્રશ્ન પૂછતા તેઓ જવાબ આપી શક્યા નહોતા અને તેમની જગ્યાએ ગોપાલ ઇટાલીયા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજ્ય સરકાર નિચ કક્ષાનુ રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ લગાવતાં આપ નેતા મહેશ સવાણી

'આપ' ની સભામાં કોરોના ગાઈડલાઈનનું જોવા મળ્યું ઉલ્લંઘન

આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલી સભામાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. મોટા ભાગના નેતાઓ અને કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતા. પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઇટલીયા પણ માસ્ક વગર નજરે પડ્યા હતા. તેમજ સભામાં ઉપસ્થિતિ લોકો પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળીયો કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટીમાં આ સભામાં 15 જેટલા લોકો આપ પાર્ટીનો ખેસ પહેરીને જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details