રાજકોટઃ રાજકોટમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રેશાદ સિજાંતના સરકારી ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ બેભાન અવસ્થામાં મળી આવતા હાહાકાર મચી હતી. જ્યારે આ મામલે એ ડિવિઝન પોલોસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint against Constable of Rajkot) નોંધાઈ છે. જોકે, કોન્સ્ટેબલ રેશાદ સિજાંદ મહિલા પોલીસકર્મીની વારંવાર છેડતી કરી તેની જાતીય સતામણી (Rajkot constable accused of molestation) કરી હોવાનું ખૂલ્યું હતું.
આ પણ વાંચોઃઘોર કળયુગ: સગા પિતાએ જ 14 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ કરી 13 વર્ષીય પુત્રીની પણ છેડતી કરી
મહિલા કોન્સ્ટેબલ મળી બેભાન અવસ્થામાં
આ અંગે મળતી માહિતી અનુસાર, ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રેશાદ સિજાંતના ક્વાર્ટરમાંથી ગયા મંગળવારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ બેભાન હાલતમાં મળી (Rajkot constable accused of molestation) આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, રેશાદ આ મહિલા કોન્સ્ટેબલની વારંવાર છેડતી (Rajkot constable accused of molestation) કરતો હતો અને તેની જાતીય સતામણી કરી હતી. જ્યારે તેને આ મહિલા કોન્સ્ટેબલનું ગળું દબાવીને મારવાનો પણ પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ (Complaint against Constable of Rajkot) નોંધાઈ છે.