- રાજકોટ જિલ્લાના ગોંડલમાં 11 માસ બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત
- ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું
- ગુજરાતની અંદાજે 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓમાં બાળકોનો કલબલાટ
રાજકોટ :ગોંડલમાં 11 માસ બાદ શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ હતી. ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કર્યા શરૂ થયું જોકે, વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી હતી.
શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગન, સ્વચ્છતા વગેરે સલામતીના પગલાં
કોરોના મહામારીનો કારણે અગિયાર મહિનાથી બંધ રહેલી શાળામાં ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થયું છે. ત્યારે ગુજરાતની અંદાજે 32 હજારથી વધુ પ્રાથમિક શાળાઓ બાળકોના કલબલાટથી ગુંજી ઉઠી હતી. ત્યારે ગોંડલની કુમાર શાળા નંબર-5 (અ) ગોંડલના વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા સહમતી આપી રહ્યા છે. શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગન, સ્વચ્છતા, વગેરે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.