ગુજરાત

gujarat

ETV Bharat / city

24 hours water in Rajkot : 24 કલાક પાણી મળશે, ઘરે ઘરે પાણી મીટર મુકાશે - વોટર બિલ

રાજકોટ શહેર વધુમાં વધુ સ્માર્ટ બને તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે. જ્યારે હવે રાજકોટમાં ઘરે ઘરે 24 કલાક પાણી આવે (24 hours water in Rajkot) તે માટે મનપા દ્વારા હવે મીટર મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

24 hours water in Rajkot : 24 કલાક પાણી મળશે, ઘરે ઘરે પાણી મીટર મુકાશે
24 hours water in Rajkot : 24 કલાક પાણી મળશે, ઘરે ઘરે પાણી મીટર મુકાશે

By

Published : Dec 13, 2021, 2:15 PM IST

  • રાજકોટમાં આગામી દિવસોમાં 24 કલાક પાણી મળશે
  • ઘરે ઘરે પાણીના મીટર મુકવામાં આવશે
  • પાણીના વપરાશ પ્રમાણે બિલ ચૂકવવાનું થશે

રાજકોટઃ રાજકોટ શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં 100 ટકા ઘરે ઘરે પાણીના અલગ મીટર મુકવાની કામગીરી પૂર્ણ (24 hours water in Rajkot) થઈ ગઈ છે. તેમજ અહીં મનપા દ્વારા મીટર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં પણ નવી પાઇપલાઇન નાખ્યા બાદ પાણીના મીટર મુકવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

હાલ ચંદ્રેશનગરમાં 100 ટકા કામગીરી પૂર્ણ

રાજકોટના ચંદ્રેશનગર વિસ્તારમાં 100 ટકા પાણીના મીટર નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે અહીં હાલ ઘરે ઘરે પાણીના મીટર મૂકીને ત્યાં ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. જે સફળ થયું હોવાનું મનપા દ્વારા જણાવામાં આવ્યું છે. ત્યારે હવે આગામી દિવસોમાં રાજકોટના 1થી 18 વોર્ડમાં અલગ અલગ વિસ્તારમાં નવી ડી.આઈ પાઇપલાઇન નાખવામાં આવશે. ત્યારબાદ અહીં પણ પાણીના મીટર મુકવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે આગામી દિવસોમાં 24 કલાક પાણી મળે (24 hours water in Rajkot) તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

મનપા દ્વારા હવે મીટર મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં પાણીના દર નક્કી કરાશે

રાજકોટમાં આગામી દિવસોમાં 24 કલાકમાં ઘરે ઘરે પાણી (24 hours water in Rajkot) આવે તે માટે મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ અંગે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ ચંદ્રેશનગર વિસ્તારમાં 100 ટકા ઘરે ઘરે પાણીના અલગ મીટર મુકવાની કામગીરી કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં આખા રાજકોટમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કર્યા બાદ મીટર મુકવામાં આવશે. ત્યારબાદ આ અંગે પાણીના દર પણ નક્કી કરવામાં માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરાશે.

પાણીના બિલ ઘરે ઘરે આવશે

જ્યારે આખા રાજકોટમાં ઘરે ઘરે પાણીના મીટર નાખી દેવામાં આવશે. ત્યારબાદ 24 કલાક પાણી પણ (24 hours water in Rajkot) આપવામાં આવશે અને જે મુજબ પાણીનો વપરાશ થશે તે મુજબ ઘરે ઘરે પાણીમાં બિલ આપવામાં આવશે. હાલ મનપા દ્વારા આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ જ્યાં વર્ષો જૂની જૂની પાઇપલાઇન છે ત્યાં નવી ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી કરાઈ રહી છે. ત્યારબાદ ઘરે ઘરે મીટર મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજકોટમાં પાણી મુદ્દે સ્થાનિકો ગરમાયા, કચેરીએ નાખ્યા ધામા

આ પણ વાંચોઃ રાજકોટમાં આવાસ યોજનામાં પાણી મુદ્દે સ્થાનિકોનો વિરોધ

ABOUT THE AUTHOR

...view details