- રાજકોટમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓના પરિવારની કલેક્ટરે કરી સમીક્ષા
- અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટરની વાતચીત
- વીડિયો કોલ દ્વારા કરી વાતચીત
રાજકોટ: અફઘાનિસ્તાન ખાતે રાજકિય પરિવર્તન બાદ ઉભી થયેલી પરિસ્થિતમાં રાજકોટ ખાતે ઉચ્ચ અભ્યાસાર્થે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓની વહીવટી તંત્ર દ્વારા વિગતો મેળવવામાં આવી છે. તેમજ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જરૂરી મદદ કરવા ભરોસો આપ્યો છે. કલેક્ટર દ્વારા રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સટી તેમજ આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા તેમના પરિવારજનોની ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. વિદ્યાર્થીઓને જરૂર પડ્યે બનતી મદદની હૈયા ધારણા પણ આ તકે કલેક્ટરે આપી (Assurance of help given by the Collector) છે.
રાજકોટમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓના પરિવારની કલેક્ટરે કરી સમીક્ષા આ પણ વાંચો: ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ ચિંતિત, વિઝાની મુદ્દતમાં વધારો કરવા માગ
40 જેટલા વિદ્યાર્થીઓ હોવાની ચર્ચા
હાલ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે 16 તેમજ આર.કે.યુનિવર્સિટી ખાતે 1 વિદ્યાર્થી મળી 17 વિદ્યાર્થીઓ, તેમજ VVP એન્જીનીયર કોલેજમાં 7 જેટલા વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનથી રાજકોટ ખાતે ઉચ્ચ શિક્ષણાર્થે આવ્યા છે. આમ રાજકોટની વિવિધ યુનિવર્સિટી અંદાજીત 40 જેટલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ હોવાની ચર્ચા છે. આ અંગે જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આપણે મૂળ અફઘાનિસ્તાનના અને રાજકોટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ કોલિંગ મારફતે વાતચીત (Collector conversation with Afghan students) કરી છે. જેમાં 17 વિદ્યાર્થીઓમાંથી 16 જેટલા વિદ્યાર્થીઓ કોલેજ હોસ્ટેલમાં છે અને બહાર રહે છે. આ તમામ વિદ્યાર્થીઓ હાલ પોતાના પરિવાર સાથે કોન્ટેક્ટમાં છે અને ચિંતાની કોઈ વાત નથી.
આ પણ વાંચો: અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો, વડોદરામાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ ચિંતિત